www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જ્વેલથીફ; 4.5 કરોડનો હીરો લઈ જઈ 1 લાખનો નકલી હીરો પધરાવી દીધો


સુરતનાં ડાયમંડ ટ્રેડીંગ હબમાં ફિલ્મીઢબે છેતરપીંડીની ઘટનાથી ચકચાર : બે શખ્સો સામે ફરિયાદ : આબેહુબ ખોટો ડાયમંડ બનાવી વેપારી સાથે બદલાવી નાંખ્યો

સાંજ સમાચાર

સુરત,તા.27
સુરતના ડાયમંડ ટ્રેડીંગ હબમાં અક્ષત જેમ્સ નામની હીરાની પેઢી ધરાવતા ચિરાંગ શાહ નામના વેપારી પાસેથી હાર્ટ આકારનો 4.55 કરોડનો હીરો લઈ જઈ માત્ર રૂ.1 લાખનો નકલી હિરો પધરાવી બદલ હિતેશ પુરોહિત અને તેના સાગહીત ઈશ્ર્વર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ છેતરપીંડીની ઘટનાથી સુરતની હીરા બજારમાં ચકચાર જાગી છે.

મહિધરપુરા પોલીસ મથકમાં નોધાયેલી ફરિયાદ વિગત મુજબ હીરાબજાર એલબી ચાર રસ્તા પાસે કેબિન રાખી ધંધો કરતા વેપારીએ હીરો ખરીદવાને બહાને હીરા વેપારીને ઓફિસે બોલાવ્યા બાદ સોદો કરી વેપારીની નજર ચૂકવી 10.08 કેરેટનો ડી કલરનો વીવીએસ ટુ પ્યોરીટીનો નેચરલ હીરો બદલી તેની જગ્યાએ સીવીડી હીરો મૂકી તિજોરીમાંથી રૂપિયા લઈને આવું છું હોવાનું કહી હીરો લઈ મોબાઈલ બંધ કરી રફ્ફુચક્કર થઈ ગયો હતો. 

વેસુ એસ.ડી.જૈન સ્કુલની વેસ્ટર્ન રેસીડેન્સીમાં રહેતી વેપારી શાહે મહિધરપુરા હીરાબજાર એલ.બી. પાસે દેવનિરંજની બિલ્ડિંગમાં કેબિન રાખી હીરાનો ધંધો કરતા હિતેશ મનજ પુરોહીત અને ઈશ્વર સામે ફરિયાદ નોધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ખોડલ જેમ્સના માલીક યોગેશ કાકલોતરએ રેપનેટ સાઈઢ ઉપર જીઆઈ સર્ટીફાઈડ હીરો 10.80 કેરેટ વજનનો ડી કલરનો વીવીએસ ટુ પ્યોરીટીનો જેનો જીઆઈટી ગ્રેડીંગ વાળો હીરો વેચાણ અર્થે મુક્યો હતો. આ હીરો ખરીદવા માટે આરોપી હિતેશ પુરોહીતે દલાલ મારફતે સંપર્ક કર્યો હતો.

ચિરાગભાઈના પુત્ર અક્ષતે ગત તા 8 જુનના રોજ મૂળ માલિક યોગેશભાઈ પાસેથી હીરો જાંગડ પર હીરો લઈ હિતેશ પુરોહિતને તેની ઓફિસમાં બતાવ્યો હતો. હિતેશે બીજા દિવસે પેમેન્ટ આપાવાની વાત કરતા અક્ષતેના પાડી હીરો પરત તેના મુળ માલિકને આપી દીધો હતો. જોકે, ત્યારબાદ 25મીના રોજ ફરી દલાલે ફોન કરતા અક્ષત હીરો લઈને હિતેશ આવી વેચાણ કરવા માટે પુરોહિતની ઓફિસે ગયા હતા.

આરોપી હિતેશ પુરોહિતે ભાવતાલ બાબતે વાતચીત કરી સીવીડી ચેક કરાવી હીરો અને સર્ટીફિકેટ માંગી હીરો થોડીવાર જોઈ પોતાના હાથમાં રાખ્યો હતો. હિતેશે અક્ષતને ટોકન પેટે 10 લાખ રૂપિયા આપવાનું કહી હીરો ટેબલ ઉપર મુક્યો હતો અને સેફમાંથી રૂપિયા લેવા જવાં કહી ઓફિસમાંથી નીકળી ગયો હતો. અક્ષતે ટેબલ ઉપર મૂકેલો હીરો જોતા હીરો બદલાય ગયો હતો.

અક્ષત તે હીરો બતાવવા માટે લાવ્યો હતો તેના બદલામાં સીવીડી હીરો હતો અને હીરાની ઘારામાં ગ્રેડીંગ નંબર પણ જુદો લખેલો હતો. હિતેશ પુરોહિતે વાતચીત દરમ્યાન નજર ચૂકવી રૂપિયા 4.55 કરોડની કિંમતનો હીરો લઈ જઈ તેની જગ્યાએ સીવીડી હીરો મૂકી ભાગી ગયો હતો અને અક્ષતે ફોન કરતા તેનો મોબાઈલ પણ બંધ આવતો હતો. પોલીસે ચિરાગભાઈ શાહની ફરિયાદ લઈ હિતેશ પુરોહિત અને ઈશ્વર નામના વ્યકિત સામે 4.55 કરોડના હીરાની છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Print