www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બંધ વચ્ચે કેટલીક સ્કુલો ચાલુ રહેતા એનએસયુઆઈ કાર્યકરોએ બંધ કરાવી


સાંજ સમાચાર

રાજકોટ: ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પીડીતોના ન્યાય માટે કોંગ્રેસે ઝુંબેશ ઉપાડી છે. જેને સંદર્ભે આજે રાજકોટમા અડધો દિવસ બંધ રાખવા એલાન કરવામાં આવ્યું હતું.

આ બંધના એલાનને પગલે રાજકોટની મોટાભાગની બજાર બંધ રહી છે. વેપારીઓ સહીત શાળા-કોલેજોનાં સંચાલકોએ પણ સમર્થન આપ્યું છે. પરંતુ આ વચ્ચે કેટલીક સ્કુલો ખોલવામાં આવી હતી. સ્કુલ કોલેજનો હવાલો એનએસયુઆઈને આપવામાં આવ્યો હતો. આથી સવારથી એનએસયુઆઈના કાર્યકરો શાળા કોલેજોએ ફર્યા હતા. અને જે સ્કુલ કોલેજો ખોલવામાં આવી હતી તેને બંધ કરવામાં આવી હતી. રાજકોટની માતૃ મંદિર સ્કુલ, સરસ્વતી સ્કુલ,વિરાણી સ્કુલ સહીતની અનેક સ્કુલો બંધ કરાવી હતી.

એનએસયુઆઈના કાર્યકરોએ શાળાઓમાં ધામા નાખી સંચાલકોને વિનંતી કરી શાળાઓ બંધ કરાવી હતી. બંધ કરાવવા સમયે કોઈ ઘર્ષણ ન થાય તે માટે તમામ શાળા-કોલેજોમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરંતુ એનએસયુઆઈએ શાંતિપૂર્ણ બંધ કરાવવાની કામગીરી કરી હતી.
એનએસયુઆઈએ ‘શરમ કરો શરમ કરો’ના નારા સાથે શાળા-કોલેજો બંધ કરાવી હતી.

(તસ્વીર: દેવેન અમરેલીયા)

Print