www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શિવસેનાના આજે 58માં સ્થાપના દિવસે ઉધ્ધવ અને શિંદે જૂથ શકિત પ્રદર્શન કરશે


વિધાનસભા ચૂંટણીઓને લઈને બન્ને પાર્ટીઓએ ઘડયો છે પ્લાન

સાંજ સમાચાર

મુંબઈ,તા.19
શિવસેનાના 58માં સ્થાપના દિનના અવસરે ઉધ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ શકિત પ્રદર્શન કરશે. બન્ને પાર્ટીઓ મુંબઈમાં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ યોજશે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બન્ને દળના નેતા પોતાના કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવાની તૈયારીમાં છે.

ઉધ્ધવ જુથ તરફથી મુંબઈમાં ષન્મુખાનંદ હોલમાં સાંજે 6 વાગ્યે ભવ્ય આયોજન થશે. આ આયોજનમાં નવા ચૂંટાયેલા સાંસદોનું ઉધ્ધવ ઠાકરે અભિવાદન કરશે, જયારે ઉધ્ધવ ઠાકરે શિવસેના કાર્યકર્તાઓને સંબોધન પણ કરશે.

જયારે બીજી બાજુ સીએમ એકનાથ શિંદે જૂથની શિવસેના મુંબઈના વરલીમાં એક કાર્યક્રમનું આયોજન કરશે. સીએમ એકનાથ શિંદે બુધવારે 5 વાગ્યે નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધિત કરશે. શિંદે સરકારના બે વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં યોજનાઓની રૂપરેખા તૈયાર કરશે.

 

Print