www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એટ્રોસીટીના ગુનામાં ફરાર ભચાઉનો આરોપી ઝડપાયો


સાંજ સમાચાર

ભચાઉ,તા.23
સામખીયાળી પોલીસ મથકે નોધાયેલા એટ્રોસીટીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા ભચાઉના આરોપીને એલસીબીએ દબોચી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પ્રયત્નશીલ લેવા હતી.એ દરમિયાન મળેલી બાતમીને આધારે ભચાઉના ભટ્ટ પાળિયા વિસ્તારમાં રહેતા આરોપી જગદીશ નરસીભાઈ ઉર્ફે નસાભાઈ ગંઢેરને ઝડપી લીધો હતો.આરોપી વિરુદ્ધ વર્ષ 2022 માં સામખિયાળી પોલીસ મથકે એટ્રોસીટીનો ગુનો નોધાયો હતો.જેમાં આરોપી પોલીસ પકડથી નાસતો ફરતો હતો.

Print