www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીમાં પરિણીત પ્રેમિકાની હત્યા કરનાર આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલહવાલે


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.28 
મોરબીની મચ્છુની કેનાલમાંથી મહિલાની હત્યા કરેલ હાલતમાં કોહવાયેલ લાશ મળી હતી જે મહિલાની હત્યા તેના પરણિત પ્રેમીએ જ કરી હતી જેથી પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે
મોરબીમાંથી પસાર થતી મચ્છુની કેનાલમાંથી મહિલાની હત્યા કરેલ કોહવાય ગયેલ લાશ મળી આવી હતી.

જે મહિલાના હાથ ઉપર લખવામાં આવેલ નામ આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને સોશ્યલ મીડિયામાં મૂકવામાં આવેલ માહિતી આધારે મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી એ ડિવિઝનના પીઆઇને ફોન આવ્યો હતો અને તેની પત્ની ગુમ થયેલ છે તેવી તેને સ્થાનિક પોલીસ સ્ટેશને ગુમસુધા ફરિયાદ નોંધાવેલ હતી. અને મૃતક મહિલાના પતિએ પોલીસને કહ્યું હતું કે, તેની પત્નીને તેનો પ્રેમી કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ રાઠવા ભગાડીને ગયેલ છે.

જેથી હત્યાના આ કેસની ગુથી ઉકેલવા માટે પોલીસે કુલસિંગ રાઠવાને શોધવા તજવીજ શરૂ કરી હતી અને તે વાંકાનેરના વાંકીયા ગામની સીમમાં હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તેની ત્યાંથી ધરપકડ કરી હતી અને તેને જ મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપી કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ અમેરસીંગ કીકરીયા રાઠવા જાતે આદિવાસીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

 

Print