www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આજીડેમમાંથી 15 વર્ષીય પરપ્રાંતીય તરૂણની લાશ મળી


ગુલાબનગરમાં રહેતો સચીન શાહ ઘરેથી નીકળી ગયા બાદ આજીડેમમાંથી મૃત સ્વરૂપે મળ્યો: કારણ અકબંધ: આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી

સાંજ સમાચાર

રાજકોટ તા.20
આજીડેમમાંથી સતત બીજા દિવસે લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ગઈકાલે 30 વર્ષીય યુવકની લાશ મળ્યા બાદ આજે 15 વર્ષીય તરૂણની લાશ મળતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરતા મૃતક ગુલાબનગરમાં રહેતો સચીન શાહ હોવાનું સામે આવ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા સોલ્વન્ટમાં આવેલ ગુલાબનગરમાં રહેતો મૂળ બિહારી સચીન તાલા કીશોર શ્રીરામ શાહ ઉવ.15 ગઈકાલે સવારે ઘરેથી નીકળ્યો હતો બાદમાં સાંજ સુધી ઘરે પરત નહી ફરતા પરિવારજનોએ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આજે સવારે આજીડેમ પાસે લાલ તરતી હોવાની સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ બહાર કાઢી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતક ધો.10માં અભ્યાસ કરતો હતો પરંતુ સ્કુલે જવાને બદલે આપઘાત કરવા પહોંચી ગયો હોવાનું પ્રાથમીક તારણ સામે આવ્યું છે. આપઘાતના કારણ અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે તપાસ યથાવત રાખી છે.મૃતક ત્રણ ભાઈ બે બહેનમાં નાનો હતો. બનાવથી શ્રમિક પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.

 

Print