www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉનાનાં ઉંટવાળા ગામે તળાવનો પાળો તોડવાની હિલચાલ સામે વિરોધ ઉઠયો


ગ્રામ પંચાયત સદસ્ય સાંખટની સિંચાઈ વિભાગમાં રજૂઆત

સાંજ સમાચાર

ઉના,તા.24
ઉના તાલુકાનાં નાના એવા ઉટવાળા ગામમાં પાણીનાં સંગ્રહ માટે એકજ વિકલ્પ તળાવ હોય અને આ તળાવનો પાળો અંગત સ્વાર્થ માટે તોડવાની હિલચાલ થતી હોય તેથી ઉટવાળા ગામનાં ગ્રામ પંચાયતનાં સદસ્ય અલ્પેશસિંહ સાંખટે સિંચાઇ વિભાગને લેખિત રજૂઆત કરી ખેડૂતનાં હિતને ધ્યાને લઈ પાળો તોડવાની મંજૂરી ન આપવા જણાવેલ.
આ રજૂઆતમાં જણાવ્યા મુજબ ઉટવાળા ગામમાં પાણી સંગ્રહ માટે જો કોઈ વિકલ્પ હોઈ તો એ છે ગામ માં આવેલા ફાટલા તળાવ આ સિવાય પાણી ની બચત માટે કોઈ બીજો વિકલ્પ નથી અને ગામ માં સિંચાઇ માટે કેનાલ ની પણ વ્યવસ્થા નાં હોવાના લીધે ગામ નાં ખેડૂતો ને કૂવાથી જ પોતાનું પિયત પાણી પાક માં આપવું પડેછે તેથી જો આ તળાવ નો વિકલ્પ પણ અમારા ખેડૂતો નાં હક માંથી છીનવાઈ તો ખેડૂતો પોતાના ખેતર માં પાણી ક્યાંથી પીવડાવે

ના સરપંચ દ્વારા આ તળાવ નો પાળો તોડી પોતાના ખેતર માં તે પાળા ની માટી ભરવાની હોય તે પોતાના અંગત સ્વાર્થ માટે અંદાજે 500 ખેડૂતો નાં કૂવામાં જે તળાવ નું પાણી લાગે છે તે પાળો તોડી નાખવા થી નુકસાની થાય તેમાં કોઈ શંકા નથી

સરકારશ્રી દ્વારા ખેડૂતો નાં ખેતર માં ડેમ અથવા તળાવ નો કાપ ભરવાની મંજૂરી સુજલામ સુફલામ્ યોજના હેઠળ અપાતી હોય છે.પરંતુ પાળો તોડવાની મંજૂરી નાં હોય માટે તળાવ ને અંદર થી ઊંડું કરે તો ખેડૂતો ને પણ ફાયદો થઇ શકે પણ પાળો તોડવો એ તો ખેડૂત નાં હિત માં નાં હોઈ તેથી આ પાળો તોડવાની મંજૂરી નાં આપવી તેવી રજૂઆત કરવામાં આવેલ છે.

Print