www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માધાપર બ્રિજના સર્વિસ રોડ માટે કાલે ગાંધી સોસાયટીના પ્લોટનો કબ્જો લેશે કલેકટરતંત્ર


વાંધા સાથે 1.81 કરોડનું વળતર સ્વીકારવા પ્લોટ માલીકો તૈયાર: એક માસમાં સર્વિસ રોડ ધમધમતો થશે

સાંજ સમાચાર

રાજકોટ તા.20
શહેરના માધાપર બ્રિજના સર્વિસ રોડ માટે ગાંધી સોસાયટીના કોમન પ્લોટમાં આવતીકાલે તા.21ના રોજ કલેકટર તંત્ર દ્વારા કબ્જો લઈ લેવામાં આવશે તેમ કલેકટર પ્રભવ જોષીએ જણાવી ઉમેર્યુ હતું કે ગાંધી સોસાયટી તરફનો આ સર્વિસ રોડ આગામી એક માસમાં જ ધમધમતો કરી દેવામાં આવશે.
ગાંધી સોસાયટીના કોમન પ્લોટની જમીનનું આ સર્વિસ રોડમાં સંપાદન કરવાની કાર્યવાહી શરુ કરાયેલ છે. આ માટે વાંધાઓ સાથે 81 કરોડનું વળતર સ્વીકારવા માટે પ્લોટ માલિકોએ તૈયારી દર્શાવતા આ પ્રશ્ર્ન હવે ઉકેલાઈ જવા પામેલ છે.

અહી એ ઉલ્લેખનીય છે કે ગાંધી સોસાયટીના કોમન પ્લોટની જમીનના મામલે ગઈકાલે સાંજે પ્રાંત-2 અધિકારી નિશા ચૌધરી દ્વારા ગઈકાલે ખાસ બેઠક આયોજીત કરવામાં આવી હતી જેમાં ગાંધી સોસાયટીના આસામીઓએ ઉપસ્થિત રહી વાંધાઓ સાથે 1.81 કરોડનું આ પ્લોટની જમીનનુ નિયત કરાયેલ વળતર સ્વીકારવા માટે તૈયારી દર્શાવી હતી.

અહી એ ઉલ્લેખનીય છે કે માધાપર ઓવરબ્રીજના લોકાર્પણ બાદ ગાંધી સોસાયટીના કોમન પ્લોટની જમીનના મામલે એક તરફના સર્વિસ રોડનું કામ અટકયુ હતું. જયારે તેની સામેની બાજુના માત્ર એક જ સર્વિસ રોડ પર વાહનોનું અવાગમન થતુ હતુ. હવે માધાપર બ્રિજનું આ સર્વિસ રોડ માટે ગાંધી સોસાયટીના કોમન પ્લોટની જમીનનો પ્રશ્ર્ન ઉકેલાઈ જતા અને આ જમીનનો 1.81 કરોડનો વળતર સ્વીકારવા માટે તૈયારી દર્શાવતા કલેકટર તંત્ર દ્વારા આવતીકાલે જ આ કોમન પ્લોટના કબ્જો લઈ સર્વિસ રોડ માટેનું કામ શરૂ કરી દેવામાં આવનાર છે.

Print