www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમદાવાદના ચેનપુરમાં વૃક્ષારોપણ કરવા આવેલા કોર્પોરેટરોને લોકોએ ભગાડયા


છેલ્લા 15 વર્ષથી ગામ મ્યુનિ.કોર્પોમાં ભળી ગયું છે, પણ વિકાસ નથી થયો, આજે વૃક્ષારોપણ કરવા અને ફોટા પડાવવા આવી ગયા: ગ્રામજનો

સાંજ સમાચાર

ગાંધીનગર,તા.27

ગાંધીનગર લોકસભા અને સાબરમતી વિધાનસભામાં રાણીપ વોર્ડમાં આવતા ચેનપુર ગામ તળાવ પાસે આજે રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટર દશરથભાઈ પટેલ, ભાવિનીબેન પંચાલ અને ગીતાબેન પટેલ વૃક્ષારોપણ તેમજ સાફ-સફાઈ માટે પહોંચ્યા હતા. ભાજપના કોર્પોરેટરો વૃક્ષારોપણ કરવા અને તળાવ નજીક સાફ-સફાઈ કરવા માટે આવ્યા હોવાની જાણ થતા ગ્રામજનો ત્યાં પહોંચી ગયા હતા અને ભાજપના કોર્પોરેટરોને રજૂઆત કરી હતી કે, છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગામ ભળી ગયું છતાં કોઈ વિકાસ થયો નથી. ગામના તળાવ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પરંતુ હજી ગામનું તળાવ બન્યું નથી. ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરતાની સાથે ત્રણેય કોર્પોરેટર ત્યાંથી ચાલતી પકડી હતી. પોતાનો બચાવ કરી અમે કામ કરીએ છીએ કહેતા કહેતા ત્યાંથી નીકળી ગયા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેનપુર ફાટક નજીક છેલ્લા ત્રણ વર્ષથી રેલવે અન્ડરબ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આજદિન સુધી આ કામગીરી પૂર્ણ થઈ નથી. હવે એક મહિના માટે ચેનપુર અન્ડરબ્રિજ પાસે એની કામગીરીના પગલે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે ન્યુ રાણીપથી જે લોકોને એસજી હાઈવે જવું હોય તેને ન્યુ રાણીપ નવા અંડરપાસ અથવા ચેનપુર પાસેથી એક કિલોમીટર ફરીને જવું પડે છે. બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારી કહે છે કે, અમે ચોમાસામાં પણ કામગીરી ચાલુ રાખીશું અને જલ્દીથી આ બ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ થશે.

રેલવે અન્ડરબ્રિજની કામગીરીને કારણે ન્યૂ રાણીપથી જે લોકોને એસજી હાઇવે જવું હોય તેને ન્યૂ રાણીપ નવા અંડરપાસ અથવા ચેનપુર પાસેથી એક કિલોમીટર ફરીને જવું પડે છે.

Print