www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધોરાજીના જામકંડોરણા રોડ પરથી વૃધ્ધની લાશ મળી


મરનાર જામનગરના હોવાનું ખુલ્યું: પોલીસ તપાસ

સાંજ સમાચાર

ધોરાજી તા.22
 ધોરાજીના જામકંડોરણા રોડ પરથી હાજી ઈસ્માઈલ માંડરીયા નામના વૃધ્ધની લાશ મળી આવી હતી જે જામનગરના હોવાનું ખુલ્યું છે. આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

 આ અંગેની વિગતો એવી છે કે ગઈકાલે ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ ઈમ્પીરીયલ સ્કુલ સામેથી એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા તેના વાલી વારસની શોધખોળ માટે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી તેમજ અનેક લોકોએ મૃતકના ફોટાઓ સોશ્યલ મીડીયામાં મૂકતા અજાણ્યા પુરૂષના સગા સબંધીઓ મળી આવેલ હતા.

આ મૃતકનું નામ હાજી ઈસ્માઈલ માંડરીયા (ઉ.વ.64, રહે. જામનગર) હોવાનું તેમના સગા સબંધીઓએ ઓળખી બતાવેલ અને તેઓ જામનગરથી ઉપલેટા ગયા હોવાનું જણાવેલ હતું. આ બનાવ અંગે ધોરાજી પોલીસે તપાસ હાથ ધરેલ છે.

 

Print