www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગુજરાતના કર્મચારીઓને મિલ્કત જાહેર કરવાની મુદ્દત 15 જુલાઇ સુધી વધારાઇ


સાંજ સમાચાર

રાજ્ય સરકારે વર્ગ 3ના કર્મચારીઓ માટે કર્મયોગી એપ્લિકેશનમાં મિલકત પત્રની વિગતો ભરવા માટેનો મહત્વનો નિર્ણય કર્યો છે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે બનાવાયેલી કર્મયોગી એપ્લિકેશનમાં વર્ગ 3ના કર્મચારીઓએ પણ પોતાની મિલકતની વિગતો ફરજીયાત પાને જાહેર કરવાનો પરિપત્ર બહાર પડ્યો છે.

અત્રે જણાવીએ કે, કર્મચારીઓએ આગામી 15 જુલાઈ સુધી વર્ગ-3ના તમામ કર્મચારીઓને મિલકત અંગેની વિગતો ભરવાની રહેશે. 

થોડા દિવસ અગાઉ વર્ગ-3ના કર્મચારીના બઢતીના નિયમોમાં ફેરફાર કરાયો છે. જેમાં 80 ટકા સીધી ભરતીથી અને 20 ટકા બઢતીથી જગ્યાઓ ભરવા માટેનું અર્થઘટન કરવામાં આવતું હતું.

જે નવા પરિપત્રમાં 20 ટકા યોગ્ય લાયકાતવાળા કર્મચારી મળે તો તેને બઢતી આપવી અને જો યોગ્ય કર્મચારી બઢતી માટે ન મળે તો તે જગ્યા પણ સીધી ભરતીથી ભરવાનો નિર્ણય કર્યો.

Print