www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જુલાઈ -2023માં ઉતાવળે વડાપ્રધાનનાં હસ્તે ઉદ્ઘાટન કરાયેલા હવાઈમથકે દુર્ઘટના થતાં અટકી: દોડાદોડી

રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટની ડોમ કેનોપી ધબાય નમ: દિલ્હીનું ટ્રેલર દેખાઈ ગયુ


ટર્મિનલનાં ડોમ ઉપર વરસાદનું પાણી ભરાતા છત નીચે ટપકી: પેસેન્જર પીકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તુટતા પેસેન્જરોમાં ગભરાહટ: એરપોર્ટનાં અધિકારીઓ-કર્મચારીઓ-સુરક્ષા જવાનોમાં દોડધામ મચી: જાનહાની ટળી

સાંજ સમાચાર

► ઈન્ટરનેશનલ એરપોર્ટમાં હંગામી ટર્મિનલનો લાખો રૂપિયાનો ખર્ચ છતાં પ્રથમ વરસાદે જ ડોમમાં પાણી ભરાતા કેનોપી જમીન દોસ્ત: પેસેન્જરોએ વિડીયો ઉતારી વાયરલ કર્યા: જબરી ટીકા ટીપ્પણી

રાજકોટ,તા.29
ગઈકાલે દિલ્હી એરપોર્ટમાં ભારે વરસાદનાં પગલે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ટર્મિનલ-1ની છત (ડોમ)ધરાશાયી થતાં અનેક કાર કાટમાળ નીચે દટાઈ હતી સાથે 1નુ મોતનું મોત 6ને ઈજા થવાની દુર્ઘટના બાદ આજે રાજકોટ હિરાસર ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટની વરસાદના પાણીનો ભરાવો થતાં તુટી પડતા એરપોર્ટ જબરી દોડધામ મચી ગઈ હતી.સદ્ભાગ્યે જાનહાની થવા પામી ન હતી.

હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટમાં આજે સવારે વરસાદ વરસતા ટર્મિનલનો ડોમમાં પાણી ભરાતા ડોમ ધરાશાયી થયો હતો. ટર્મિનલની બહાર પેસેન્જર પીકઅપ ડોમ એરિયામાં કેનોપી તુટી પડી હતી જેના પગલે એરપોર્ટમાં મોટી અફડાતફડી મચી ગઈ હતી.

ગત તા.27મી જુલાઈ-2023નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ઉદ્ઘાટન થયા બાદ તા.10મી સપ્ટેમ્બર-2023 થી ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયુ હતું.કરોડોના ખર્ચે તૈયાર થયેલ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ચાલુ ચોમાસુ ઋતુનો પ્રારંભીક દિવસોમાં જ પાણી ભરાતા ડોમની કેનોપી તુટી પડી હતી પીકઅપ ડોમ એરીયામાં આ દુર્ઘટના સમયે કોઈપણ ફલાઈટનાં મુસાફરો પસાર થતા ન હતા.તેના કારણે જાનહાની ટળી હતી.

ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ટર્મિનલ,એરોબ્રીજ સહિતના બાંધકામો અધુરા હોવા છતાં ઉતાવળે-ઉતાવળે વડાપ્રધાન નરેન્દ્રમોેદીનાં હસ્તે ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલ એરપોર્ટમાં હાલ હંગામી ટર્મિનલ ઉભુ કરાયું છે.

જેના ડોમની કેનોપી તુટી પડતા દિલ્હી એરપોર્ટ જેવી દુર્ઘટના સહેજમાં ટળી હતી.ગત સપ્ટેમ્બર-2023માં જયારે એરપોર્ટ કાર્યરત થયુ હતું.ત્યારે સોશ્યલ મીડિયામાં મુસાફરો એરપોર્ટની સુવિધા અને અવ્યવસ્થા અને અધિકારી-કર્મચારીઓનાં રૂઆબભર્યા વર્તન સામે મેસેજો, વિડીયો, વાયરલ થયા હતાં. પાણી, યુરિનલ, ટોયલેટ, સહિતની અપુરતી સુવિધાઓ સાથે શરૂ થયેલ આ ઈન્ટરનેશલ એરપોર્ટ હમેશા ચર્ચામાં રહ્યું છે.

ત્યારે આજે ડોમની કેનોપી તુટતા મુસાફરોએ ફોટા-વિડીયો વાયરલ કરી લાખો-કરોડોનો ખર્ચ એવે  ગયાનો સુર વ્યકત કર્યો હતો.આજે સામાન્ય વરસાદમાં એરપોર્ટમાં ડોમની કેનોપી તુટી ફાટી ચિરાઈ જતા નબળા કામની પોલખુલી ગઈ હતી.જો કે સદ્દનશીબે આ સમયે ફલાઈટ કે પેસેન્જર પસાર થતા ન હોવાથી દુર્ઘટના ટળી હતી.પેસેન્જર મેસેજમાં કેનોપી તુટતા એરપોર્ટમાં દોડધામ મચી હતી.

► કરોડોનો ખર્ચ છતાં હજુ નવા ટર્મિનલનું બાંધકામ હજુ થયું નહીં : માત્ર એરો બ્રીજ તૈયાર
   સામાન્ય વરસાદમાં જ ડોમની કેનોપીમાં પાણી ભરાતા કાગળની માફક ચીરાઇ ગઇ
હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં કરોડોનો ખર્ચ થયો હોવા છતાં હજુ ટર્મિનલ વિભાગ હંગામી ધોરણે કાર્યરત છે. એરપોર્ટના ઉદઘાટન થયાને એક વર્ષ થવા આવ્યું છે. છતાં એરપોર્ટમાં જરૂરી સુવિધા-વ્યવસ્થામાં અનેક ખામીઓ  હોવાનો સુર મુસાફરો વ્યકત કરી રહ્યા છે. હાલ ચોમાસાની ઋતુમાં હળવા સામાન્ય વરસાદમાં ડોમની કેનોપીમાં પાણીનો નિકાલ નહીં થતાં પાણી ભરાતા કેનોપી ધીમે ધીમે પાણીથી ફુલાઇ જઇ તુટી પડતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.

ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ, રન-વે સહિતની સુવિધા માટે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ હેઠળ કરોડોના ખર્ચ થયો છે.  છતાં હજુ હંગામી ટર્મિનલથી ગાડુ ગબડી રહ્યું છે. હજુ સુધી એક પણ ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ થઇ નથી. એરપોર્ટમાં  ટર્મિનલનું બાંધકામ હવે પૂર્ણ થવાના આરે છે. એરો બ્રીજ તૈયાર થઇ ગયા છે. નવા ટર્મિનલમાં હજુ કામ ચાલી રહ્યું છે. ત્યારે હંગામી ટર્મિનલ માટે કરોડોનાં ખર્ચમાં કેનોપી તુટી પડતા નબળા કામની બુમ ઉઠી રહી છે.

 

Print