www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શાળા પ્રવેશ માટે ઉત્સવ પણ સ્કુલ બિલ્ડીંગ બહાર ગંદકીના ઢગલા!


સાંજ સમાચાર

મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે પ્રાથમિક શાળાઓ માટેનો પ્રવેશોત્સવ પુરો થયો છે. શાસકોએ ધામધુમથી ભુલકાઓને શાળામાં વેલકમ કર્યા છે પરંતુ અનેક વિસ્તારોમાં આવેલી શાળાઓ આજુબાજુની ગંદકી દુર કરવા અને વિદ્યાર્થીઓના આરોગ્યની ચિંતા કરવામાં હજુ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉત્સવ જેટલા સક્રિય નથી તેવું લાગ્યા વગર રહેતુ નથી. ભાવનગર રોડ પર ચંપકભાઇ વોરા ડિસ્પેન્સરી નજીક અને રાજમોતી ઓઇલ મીલની બાજુમાંથી પ0 ફુટનો રોડ નીકળે છે.

આ માર્ગ પર શ્રી ચંપકભાઇ વોરા પ્રાથમિક શાળા નં. 23 આવેલી છે. આજે આ જગ્યાએ પણ પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પદાધિકારીઓ સરકારી વાહન લઇને પહોંચ્યા હતા પરંતુ બિલ્ડીંગની બહાર જ એટલી ગંદકી હતી કે અંદર ભણનારા બાળકો અને શિક્ષકોની હાલત શું થતી હશે તે પ્રશ્ર્ન ઉદભવે છે. કાર્યક્રમ માટે તો મંડપ કમાન સજાવવામાં આવ્યા હતા. પરંતુ ગેટ બહાર ચોમાસામાં માથુ ફાડી નાખે તેવી ગંદકી દેખાતી હતી. 
(તસ્વીર : પંકજ શીશાંગીયા) 

Print