www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામનગરમાં કોલેરાનો રોગચાળો શરૂ થતા ફૂડવિભાગ સક્રિય બન્યું


અનેક સ્થળોએ પાણીની શુધ્ધતા જાળવવા ખાન-પાનના ધંધાર્થીઓને અપાઇ સૂચના: પાંચ કિલો અખાદ્ય જલેબીનો કરાયો નાશ

સાંજ સમાચાર

જામનગર તા.2
જામનગર મહાનગર પાલિકા ફૂડ વિભાગ  એફ.એસ.ઓ.દ્વારા પ્રદશેન ગ્રાઉન્ડ મા ભરાયેલી શુક્રવારી બજાર મા તથા અલગ અલગ વિસ્તાર મા એફ.એસ.ઓ.ની ટીમ દ્વારા અલગ અલગ ખાણીપીણી જેવી કે ગોલા-ગુલ્ફી ,સરબત ,ઘૂઘરા ,ઘૂઘરાની ચટણી, શેરડીનો રસ, સોડા બનાવતા ફૂડ બિઝનેશ ઓપરેટરને ત્યા ચેકીંગ કરવામાં આવેલ હતું. ક્લોરીન મંગાવી પાણી મા કલોરીનેશન જાળવવા ,ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,ફરજીયાત નિયમિત પાણીમા કલોરીનેશન કરવા, અંગે સુચના આપવામાં આવેલ હતી.

રાજુ ડીસ ગોલા પ્રદશેન ગ્રાઉન્ડ પાણીમા કલોરીનેશન જાળવવા ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, આશપુરા ડીસ ગોલા, કાદર સોડાવારા, આશાપુરા ગોલા, ગફાર સોંડાવારા, સંજય લચ્છીવારા, મિલનભાઈ સોડાવારા, પ્રદીપકુમાર લીંબુસોડાવારા, હિતેષ લીંબુસોડા, મહાદેવ ફાસ્ટફૂડ, બટુક રસ ડીપો મનોજ ઘૂઘરા, જયવીર દાલવાડીચામુંડા ઘૂઘરાવારા, રામજીભાઈ ગોલાવારા, મહેશ ડીશ ગોલા, જય ગુરુદેવ, શિવમ પેટ્રોલપંપ બાજુમાં, શિવમ પરોઠા, મહાદેવ સાઉથ ઈન્ડીયન, ઓમ ફરસાણ, એમ.પી.શાહ ઉધોગનગર, ધરારનગર કામતા ફાસ્ટફૂડ,5 કિલો જલેબી નાશ કરાવેલ અશોક આઈસ ફેક્ટરી કોરોઝન યુક્ત આઈસ ક્ધટેનર બદલવા,પાણી મા સુપર ક્લોરીનેશન જાળવવા, ભુલચંદ આઈસ ફેકટરી તદુપરાંત શહેર મા આવેલ આઈસ ફેક્ટરી જેવી કે બેડેશ્વર મા આવેલ આઝાદ આઈસ ફેક્ટરી, હાપામા આવેલ શિતલ તેમજ અમી આઈસ ફેક્ટરી અને જેઠવા આઈસ ફેક્ટરીમા ઈન્સ્પેક્શન કરી, કોરોઝન યુક્ત આઈસ કન્ટેનર બદલવા,પાણી મા સુપર ક્લોરીનેશન જાળવવા, ઓવરહેડ તેમજ અન્ડર ગ્રાઉન્ડ ટાંકા ની નિયમિત રીતે સાફ સફાઈ જળવાઈ તે જોવા તાકીદ કરવામાં આવેલ તેમજ દરેક ને લોક બુક નિભાવવા સૂચનાઓ આપવામાં આવેલ હતી.

Print