www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માંગરોળમાં મુસ્લિમ યુવાનનાં આપઘાતમાં પાલિકાનાં પૂર્વ પ્રમુખની ધરપકડ


દોઢ માસ પૂર્વે મૃતકની સ્યુસાઈડ નોટની એફએસએલ ચકાસણીનો રિપોર્ટ પોઝિટીવ આવતા પૂર્વ પ્રમુખ સહિત બે વિરૂદ્ધ ગુનો દાખલ

સાંજ સમાચાર

(વિનુભાઈ મેસવાણીયા) 
માંગરોળ,તા.15
માંગરોળમાં અઢી વર્ષ પહેલા મુસ્લિમ યુવાને સ્યુસાઈડ નોટ લખી આપઘાત કર્યાના બનાવમાં મરી જવા મજબુર કર્યાની પોલીસમાં અરજી થતા તપાસમાં પુરાવા મળતા આખરે પાલિકાનાં પૂર્વ પ્રમુખ સહિત બે વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

માંગરોળમાં અઢી મહીના પહેલા મુસ્લિમ યુવાન ફેઝલ આલીભાઇ જેઠવા ઉ.વ.24 રે. માંગરોળ વાળાએ આપઘાત કરી જીંદગી ટૂંકાવી લીધી હતી. પુત્રના આ પગલાં પાછળ સાસરીયા પક્ષ ઉપરાંત ન.પા. પૂર્વ પ્રમુખ સહિત મુસ્લિમ સમાજના બે આગેવાનો જવાબદાર હોવાની મૃતકની સ્યુસાઈડનોટ સાથે માતા, પિતાએ પોલીસમાં લેખિત અરજી આપતા ચકચાર મચી ગઈ હતી,,

તે સ્યુસાઈડનોટ  ખરાઇ કરવા માંગરોળ પોલીસ દ્વારા એફ એસ એલ  મા મોકલાવેલ હતી તે રિપોર્ટ પોઝીટીવ આવતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથઘરી ગઈ રાત્રીએ આ ગુનાના આરોપી નગરપાલિકા પુર્વ પ્રમુખ મમદહુશેન જેઠવા ઉર્ફે ઝાલા ની તેમજ  મરણ જનાર ફૈઝલ ના શાળા શાહીલ ઇસ્માઇલભાઇ પાટણવાળા રે, માંગરોળ વાળા માંગરોલળ પોલીસે ઘરપકડ કરી ગુન્હો નોંઘી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે બીજા આ ગુન્હા ના અન્ય આરોપીઓ ની ઘરપકડ કરવા પોલીસ દ્વારા ચક્રોગતિમાન કર્યા છે,

 

Print