www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બહુમાળી ભવનનાં પાંચમાં માળે સરકારી કચેરીનો રૂમ બારોબાર ભાડે આપી દેવાયો!


બે વર્ષથી ભાડુ વસુલાતુ હતુ: કલેકટરે તપાસનો આદેશ કર્યો

સાંજ સમાચાર

રાજકોટ તા.29
રાજકોટ શહેરનાં બહુમાળી ભવનની વિવિધ સરકારી કચેરીઓમાં અનેકવાર લોલંલોલ ચાલતુ હોવાનાં કિસ્સા બહાર આવે છે ત્યારે, આવોજ એક વધુ કિસ્સો સામે આવેલ છે.

આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ શહેરનાં બહુમાળી ભવનનાં પાંચમા માળે જે-તે સમયે એટલે કે વર્ષ 2007માં નાયબ કાર્યપાલક ઈજનેર ગુણવતા નિયમન કચેરી માટે બે રૂમો ફાળવાયા હતા.

આ બે રૂમો પૈકી એક રૂમ કોઈની મંજુરી વિના, બારોબાર છેલ્લા બે વર્ષથી ખાનગી કોમ્પ્યુટર કર્મચારીને ભાડે આપી દેવામાં આવેલ હતો અને તેનું ભાડુ પણ વસુલવામાં આવતુ હતું.

આ અંગેની ફરિયાદ રાજકોટ જિલ્લા કલેકટર સુધી પહોંચતા તેઓએ આ અંગે તપાસનાં આદેશ કર્યા છે અને શહેર માર્ગ મકાન વિભાગને તપાસ કરી રિપોર્ટ આપવા સૂચના આપી છે. આ સુચનાનાં પગલે માર્ગમકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેરે તપાસ શરૂ કરી દીધી છે.

Print