www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સગા મોટાબાપુના દિકરા પતિએ સસરાનું મકાન પચાવી પાડવા પત્નીને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી


પરીણીતાનું સોનાનું સ્ત્રીધન પણ સાસરીયાઓ ઓળવી ગયા: નિલકંઠ પાર્કમાં રહેતી પરિણીતાએ નવી ઘાંચીવાડમાં રહેતા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી

સાંજ સમાચાર

રાજકોટ તા.22
હાલ નિલકંઠ પાર્ક, ગ્રીનપાર્ક, રામેશ્ર્વર બેકરીવાળી શેરીમાં રહેતા નમીરાબેન હિદાયતભાઈ ફુફાડ (ઉ.23) એ તેના પતિ હિદાયત સિદીક સાસુ મુમતાઝબેન, જેઠ સરફરાઝ અને ફઈજી સાસુ ઝરીનાબેન ફુફાડ રહે. તમામ નવી ઘાંચીવાડ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ તેમજ વિશ્ર્વાસઘાતની કલમ હેઠળ ગુન્હો નોંધાવ્યો હતો.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમના લગ્ન 5/11/18ના હિદાયત સાથે થયેલ હતા. તેમના લગ્ન તેમના સગા મોટાબાપુના દિકરા સાથે થયેલ છે. લગ્ન બાદ તેણી સંયુક્ત પરિવારમાં રહેતી હતી.

તેમના પતિ અલંગ હાઉસ નામની તેણીના પિતાની દુકાનમાં કામ કરતા અને નવેક મહિના તેણીનો ઘરસંસાર સારી રીતે ચાલેલ બાદ તેમના પિતાનું અવસાન થતા તેના પતિ, સાસુ અને જેઠ જે મકાનમાં રહેતા તે મકાન તેના પિતાના નામે હોય અને તેઓએ રહેવા માટે આપેલ હતું. જે મકાનની ફાઈલ માટે અવારનવાર ઝઘડો કરી મારકુટ કરતા અને આખો દિવસ જમવાનું આપતા ન હતા.

તેણી ઘરનું કામ કરતી ત્યારે તેમના પતિ કામ બગાડી નાંખતા અને સાસુ અવારનવાર કહેતા કે તુ તારા માતાના ઘરેથી પૈસા લઈ આવવાનું કહેતા તેમજ કરિયાણુ પણ લેતી આવજે કહી હાથ ચાલાકી કરતા હતા.

તેમના પતિ અને સાસુ અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા તેમજ જેઠ પણ પૈસા માંગતા અને તેણી માવતરે હતી ત્યારે જેઠનો ફોન આવેલ કે તુ અહીયા ઘરે આવ જેથી તેને કામ હોય તો અહીયા આવ એટલું કહી ફોન કટ્ટ કરી નાંખેલ હતો ત્યાં થોડીવારમાં જેઠ સરફરાઝ તેની માતાના ઘરે ત્રણેક વર્ષ પહેલા આવેલ અને ફડાકા ઝીંકી ગળુ દબાવેલ હતું જે બાબતે ફરિયાદ પણ કરેલ હતી.

બાદમાં તેણીની માતાને ફોન આવેલ અને કહેલ કે મારા ભાઈનું મકાન હોય જે મકાનની ફાઈલ અમારા નામે કરી દો નહી તો તમારી દીકરીને તેડવા આવશુ નહી અને છુટુ પણ કરી આપશુ નહી. થોડા દિવસ બાદ જેના જેઠે બીજા મારફતે ચીઠ્ઠીમાં લખી જણાવેલ કે મકાનની ફાઈલ અમને આપી દો અને વારંવાર માવતરેથી અલગ અલગ વસ્તુની માંગણી કરતા હતા અને જો તેણી ના પાડે તો મારકુટ કરતા હતા. બાદમાં સાસરીયાવાળાઓએ બે વખત તલાકની નોટીસ મોકલી માનસીક ત્રાસ આપેલ હતો.

તેણીના પિતાએ તેને સોનાનો પેન્ડલ, ચેન, બે સોનાના પાટલા આપેલ હતા જે હાલ તેના પતિના ઘરે છે જે અનેક વખત માંગવા છતાં આપેલ ન હતા અને તેઓ સ્ત્રીધન ઓળવી ગયેલ હતા. જેથી કંટાળીને અંતે ફરિયાદ નોંધાવી હતી.

Print