www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રસોઈ કેમ નથી બનાવી કહી પતિએ પત્નીને છરી મારી દીધી


દૂધ સાગર રોડ શિવાજીનગરમાં બનેલો બનાવ

સાંજ સમાચાર

રાજકોટ તા.17
શહેરના દૂધ સાગર રોડ શિવાજી નગરમાં પતિએ પત્ની પર હુમલો કર્યો હતો. રસોઈ કેમ નથી બનાવી કહી પતિએ પત્નીને છરી મારી દીધી હતી. બાદ સારવારમાં ખસેડાઈ હતી.

મળતી વિગત મુજબ દૂધ સાગર રોડ શિવાજી નગરમાં રહેતા અંજુબેન સોલંકી (ઉ.વ.22) ના પતિ રોહિતભાઈ સોલંકી ગઈ કાલે રાત્રિના બારેક વાગ્યાની આસપાસ કામેથી ઘરે આવ્યા ત્યારે તેની પત્નિને રસોઈ અંગે પુછતાં તેની પત્ની રસોઈ બનાવી હતી જેથી તેનાં પતિએ કહ્યુ કે રસોઈ કેમ નથી બનાવી કહી ઝઘડો કરી પત્નીને છરી મારી દીધી હતી. રોહીત વાહન સર્વિસનું કામ કરે છે. બંને વચ્ચે રસોઈ બાબતે ઝઘડો થયો હતો. તેઓને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી હોવાનું તેઓનાં પરિવારજનોએ જણાવ્યું હતું.બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

Print