www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબી પંથકના ભાઇઓ કારમાં સુતા હતા

મહુવા પાસે લોકડાયરામાં ગયેલ બે પિતરાઇ ભાઇના મોબાઇલ ચોરાયા


સાંજ સમાચાર

(વિપુલ હિરાણી) 
ભાવનગર, તા.24

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા ગામમાં યોજાયેલ લોક ડાયરામાં ગયેલા બે પિતરાઈ ભાઈઓએ તેમની બોલેરો કારમાં ચાર્જિંગમાં મુકેલ બે મોબાઈલ ફોન કોઈ શખ્સ ચોરી કરી લઈ ગયાનો બનાવ બનવા પામ્યો છે.

 પ્રાપ્ત વિગત મુજબ મોરબી જિલ્લાના રાતાભેર  ગામમાં રહેતા અંકિતભાઈ કેશાભાઈ નંદેસરિયા અને તેમના કાકાના દીકરા ખાંડેશભાઈ વાલજીભાઈ નાદેસરિયા અને હિતેશભાઈ વાલજીભાઈ નાંદેસરિયા તેમજ તેમના ફુવા વનરાજભાઈ રમેશભાઈ શિલાણીયા બોલેરો કારમાં મહુવા તાલુકાના ભગુડા ગામે યોજાયેલ લોકડાયરામાં ગયા હતા. રાત્રે ડાયરો પૂરો થતાં તેઓ તેમની કારમાં સુતા હતા તે દરમિયાન કારમાં ચાર્જિંગમાં મુકેલ અંકિતભાઈનો આઈફોન અને તેમના પિતરાઈ ભાઈ ખાંડેશભાઈનો વિવો કંપનીનો મોબાઇલ ફોન, બંનેની કુલ કિં. રૂ.76,526/-  કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરીને લઈ જતા અંકિતભાઈ નંદેસરિયાએ મોબાઈલ ચોરી અંગે બગદાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Print