www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રવિવારે આ.ભ.શ્રીજયશેખરસૂરિજીમ.આદિની નિશ્રામાં

નવનિર્મિત જયાનંદ ધામમાં બિરાજમાન થનારા દેવ-દેવીઓ સહિતની વિવિધ આદેશોની અમૃત ઘાયલ હોલમાં ઉછામણી


સાંજ સમાચાર

રાજકોટ,તા.21
કાલાવાડ રોડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ જય ધર્મ કલ્યાણનિધિ ટ્રસ્ટ સંચાલિત જયાનંદ ધામ (નવ ગ્રહ જિનાલય) અવધ રોડ, હોટલ સીઝન્સ પાસે, કાલાવાડ રોડ, રાજકોટ જયાનંદ ધામમાં બિરાજમાન થનાર દેવ-દેવીઓનો નગર પ્રવેશ, ભૂમી પૂજન, શિલાન્યસના આદેશોની ઉછામણી સંવત : ર080 ના જેઠ વદ ર ને રવિવારે તા. ર3/6/ર0ર4 ના પરમ કૃપાશિષ પૂ. યુગદિવાકર આ. ધર્મસૂરીશ્વરજી મ.સા., પૂ. સાહિત્ય કલારત્ન આ. યશોદેવસૂરીશ્વરજી મ.સા., શતાવધાની આ. જયાનંદસૂરીશ્વરજી મ.સા. પાવન નિશ્રા પૂ. આ. જયશેખરસૂરીશ્વરજી મ.સા., પૂ.મુનિ મતિપૂર્ણવિજયજી મ. નિમાર્ણાધીન નૂતન જિનાલય જયાનંદધામ (નવ ગ્રહ જિનાલય) માં બિરાજમાન થનાર દેવ-દેવિઓના નગર પ્રવેશ.  શિખરબધ્ધ દેરીઓનું ભૂમિપૂજન અને શિલાસ્થાપનના આદેશો ઉછામણીથી આપવામાં આવશે.

જે ભાગ્યશાળીઓને લાભલેવાની ભાવના હોય તેઓએ નીચેના સ્થળે અને સમયે ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ છે.બિરાજમાન થનાર દેવ દેવીઓ ગેોતમ સ્વામી 41” પુંડરીક સ્વામી 41” જયાનંદસૂરીશ્વરજી મ.સા. 41” શ્રી માણિભદ્રવીર 41” ઘંટાકર્ણવીર 41” અંબિકા માતાજી 41” પદ્માવતી માતાજી 41” સરસ્વતી માતાજી 41” શ્રી લક્ષ્મી માતાજી 41” શ્રી ગેોમુખ યક્ષ રપ” શ્રી ચક્રેશ્વરી દેવી રપ”  ભૂમિ પૂજન શિલાન્યાસ સંવત : ર080 ના અષાઢ સુદ 6 ને શુક્રવાર તા. 1ર/7/ર0ર4 તેમજ કાર્યક્રમની રૂપરેખા સવારે 9:00 કલાકે આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ ખાતેથી પૂ. ગુરૂમહારાજનું સામૈયું સવારે 9:30 કલાકે કાર્યક્રમનાં સ્થળે પ્રવેશ અને મંગલાચરણ ત્યારબાદ ઉછામણીની શરૂઆત કરવામાં આવશે.  ઉછામણીનું સ્થળ અમૃત ઘાયલ હોલ, એસ.એન.કે.સ્કુલની બાજુમાં, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.  કાર્યક્રમ પૂર્ણ થયે સ્વામિવાત્સલય બપોરે 1ર:30 કલાકે જેનાં પાસ કાર્યક્રમ દરમ્યાન સવારે 10:30 કલાક સુધી આપવામાં આવશે. સકળ સંઘનાં ભાઈઓ બહેનોને પઘારવા ભાવભર્યું આમંત્રણ છે. જેની કાલાવાડ રોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ-રાજકોટના મહેશભાઈ મણીયાર 94ર7રર0331, વિપુલભાઈ દોશી મો.9રર876પ688,  નિતેશભાઈ શાહ મો. 97ર48ર0ર16 ની યાદી જણાવે છે.

Print