www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શેરબજાર માટે નવુ સપ્તાહ ઉથલપાથલ ભર્યુ હશે


સેન્સેકસ-નિફટી ભલે ઓલટાઈમ હાઈ હોય પરંતુ ઈન્વેસ્ટરોને સૌથી વધુ રિટર્ન મનમોહનના શાસનમાં મળ્યુ હતું:શેરબ્રોકર પરેશ વાઘાણી

સાંજ સમાચાર

રાજકોટ,તા.1
આવતા અઠવાડિયે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે.જેને લઈને શેરબજારમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા બજાર જોવાઈ રહી છે.હાલમાં શેરબજારમાં વિદેશી નાણાકીય સંસ્થાઓ સતત વેચવાલી કરે છે.ચાલુ નાણાકીય વર્ષમાં એટલે કે બે મહિનામાં વિદેશી નાણાકીય સંસ્થાઓએ 79,519 કરોડના શેરોનું ભારતીય શેરબજારમાં વેચાણ કર્યું છે.  બીજી બાજુ સ્થાનિક નાણાકીય સંસ્થાઓએ 97,804 કરોડના શેરોની ખરીદી 30 મે સુધીમાં કરી છે. 

જાણીતા શેર બ્રોકર પરેશ વાઘાણીએ કહ્યું કે શેરબજારમાં મ્યુચ્યુઅલ ફંડનો ફ્લો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.દિવસે-દિવસે એસ.આઈ.પી નો આંક વધતો જોવા મળી રહ્યો છે.અત્યાર સુધીના ઇતિહાસમાં જોવા જઈએ તો પી.વી.નરસિંહરાવની સરકારમાં 181% વળતર શેરબજારે આપ્યું છે.

જ્યારે મનમોહનસિંહની પહેલી પાંચ વર્ષની ટર્મ માં 78% તો બીજી ટર્મ માં 168% વળતર શેર બજારમાં મળ્યું છે,જ્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં પહેલા પાંચ વર્ષમાં 88% તો બીજી ટીમમાં 60% વળતર શેર બજારે આપ્યું છે. અટલ બિહારી વાજપેયી ની સરકારમાં આશરે 30 ટકા વળતર શેર બજારમાં મળ્યું છે.

શેરબજારમાં હાલમાં છેલ્લા એક-બે વિક થી પ્રાઇમરી માર્કેટ સુસ્ત છે, જે જૂનના ત્રીજા વિક સુધી રહેશે. જુલાઈથી ફરી પાછી પ્રાઇમરી માર્કેટ ધમધમસે. સેક્ધડરી માર્કેટમાં પણ જૂનના બીજા અઠવાડિયાથી વોલ્યુમમાં વધારો થશે. શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર આગામી દિવસો શેરબજાર માટે ખૂબ જ મહત્વના સાબિત થશે.

પ્રાઇમરી માર્કેટમાં હજારો કરોડના આઈ.પી.ઓ પાઇપલાઇનમાં છે,જે બજારમાંથી મુળી એકઠી કરવા આવી રહ્યા છે.વળી નવી સરકારની રચના પછી બજેટમાં જે કંઈ પણ જાહેરાત થશે તે શેરબજાર માટે ખૂબ જ મહત્વની સાબિત થશે. કોઈ પણ પ્રકારના વેરાની રાહત જાહેર થશે તો બજારમાં મોટી તેજી થવાની શક્યતા છે. આગામી દિવસોમાં વ્યાજ દરો ઘટવાની પણ શકયતા છે.

ઉપરાંત જો વિદેશી નાણાકીય સંસ્થાઓ ફરી એક્ટિવ થશે તો બજારની રોનક વધશે. સારું ચોમાસુ પણ શેરબજારને બુસ્ટ આપશે. નાના-નાના રોકાણકારોએ બજારમાં બે થી ત્રણ અઠવાડિયા દૂર રહેવું અને બજાર જ્યારે સ્થિર થઈ જાય અથવા તો બજેટ પછી જો રોકાણ કરશે તો તે સલામત રોકાણ હશે.

 

Print