www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘નીટ’ મુદ્દે ચર્ચાનો સરકારે ઈન્કાર કરતા વિપક્ષોએ કર્યું વોકઆઉટ


વિપક્ષોના હોબાળા-દેખાવો વચ્ચે રાજયસભા સ્થગિત

સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.1
18 મી લોકસભાના પ્રથમ સત્રના બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો ચાલુ રહ્યા હતો. આજથી સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ. સરકારની મુશ્કેલી વધારતાં વિપક્ષે સંસદની બહાર NEET પર એક દિવસ ચર્ચાની માગ સાથે દેખાવો કર્યા હતા.

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવાની જગ્યાએ વિપક્ષે NEET , તપાસ એજન્સીઓના દુરુપયોગ જેવા મુદ્દા પર સત્તાપક્ષ ભાજપને ઘેર્યો હતો. વિપક્ષ વતી રાહુલ ગાંધીએ લોકસભામાં માગ કરી હતી કે એક દિવસ માટે NEETમુદ્દે ચર્ચા કરવામાં આવે, પરંતુ સરકાર એ માટે તૈયાર ન થતાં વિપક્ષે આખરે વોકઆઉટ કર્યું હતું. 

રાજ્યસભાની કાર્યવાહી 2.15 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ખડગેએ અટલ બિહારી વાજપાપેઇનું નિવેદન કોટ કર્યું અને સાથે જ સંઘને લઇને નેહરૂના લેટરને વાંચી સંભળાવ્યો. તેના પર સભાપતિએ કહ્યું- એ પણ જણાવી દે કે અટલબિહારી વાજપેઇજી કયા સંગઠનના હતા.

ખડગેએ તેના પર કહ્યું કે જનસંઘ. તેમણે કહ્યું કે વાજપેઇજી હોત તો આ પ્રકારના ઝેરીલી વાતો ન કરતા. ખડગેની સ્પીચ બાદ સુધાંશુ ત્રિવેદી ઉભા થયા. તેમણે કહ્યું કે મેં જવાહર લાલ નહેરૂને લઇને કોઇપણ ઝેરી વાત કહી નથી. મેં માત્ર કોંગ્રેસના જ ચાર નેતાઓને કોટ કર્યા. 

લોકસભામાં વિપક્ષના વોકઆઉટ બાદ રાજ્યસભામાં પણ ભારે હોબાળો યથાવત્ રહ્યો હતો. રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રપતિના ભાષણનો જવાબ આપ્યો હતો. તેમણે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ અંગે ચર્ચાની શરૂઆત કરતાં કહ્યું કે ‘પડકારોનો સામનો કઇ રીતે કરાશે તે અંગે જણાવવાનું હતું પણ રાષ્ટ્રપતિના અભિભાષણમાં કોઈ વિઝન જ નહોતું.

તેમનું અભિભાષણ ફક્ત સરકારની પ્રશંસા કરનારું હતું. તેમાં પાયાની સુવિધાઓની અવગણના કરવામાં આવી. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આપણે સાથ મળીને કામ કરીશું પણ છેલ્લાં 10 વર્ષ જોશો તો ખબર પડશે કે આ ફક્ત ભાષણોમાં જ હતું.’ 

સત્તાપક્ષ દ્વારા NEET મુદ્દે ચર્ચા કરવા કોઈ તૈયારી ન બતાવાતા વિપક્ષે હોબાળો મચાવ્યો અને આખરે  લોકસભામાંથી વોકઆઉટ કરવાનો નિર્ણય લીધો. 

Print