www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગભરાટ શમ્યો! ઉથલપાથલ વચ્ચે શેરબજાર ગ્રીનઝોનમાં


અદાણી ગ્રુપ, પીએસયુ તથા બેંક શેરોમાં ગાબડા ચાલુ : આઈટી - ઓટો - એફએમસી ક્ષેત્રના સહારે સેન્સેકસ 500 પોઈન્ટ ઉંચકાયો

સાંજ સમાચાર

રાજકોટ તા.5
લોકસભાના ચૂંટણી પરિણામોથી શેરબજારમાં મંગળવારે મંદીનો માતમ સર્જાયા બાદ આજે બીજા દિવસે ગભરાટ શમ્યો હતો અને બેતરફી વધઘટે માર્કેટ ગ્રીનઝોનમાં આવ્યુ હતું. જો કે, 1100 પોઈન્ટથી અધિકની જબરી ઉથલપાથલ હતી.

શેરબજારની અપેક્ષા મુજબ ચુંટણી પરિણામો આવ્યા ન હોવાના કારણે મંગળવારે જોરદાર ગાબડુ પડયુ હતું. તમામે તમામ શેરોમાં પ્રચંડ કડાકા સાથે ઈન્વેસ્ટરોની સંપતિમાં ઐતિહાસિક ધોવાણ થયુ હતું.

ભાજપને એકલાહાથે બહુમતી ન મળવા છતાં મોદી સરકાર જ રચાવાનું સ્પષ્ટ બનતા આજે માર્કેટમાં ગભરાટ હળવો બન્યો હતો. જો કે, નવી સરકાર હિમતભર્યા પગલા નહીં લઈ શકે તેવી આશંકાને કારણે હજુ માનસ સાવચેતીનુ જ ગણાતુ હતું.

શેરબજારમાં ગ્રીનઝોનમાં આવવા છતાં અદાણી ગ્રુપના શેરો વધુ ગગડયા હતા. આજ રીતે પીએસયુ તથા બેંકીંગ શેરોમાં પણ ગાબડા હતા. આઈટી, ઓટોમોબાઈલ્સ, ફાર્મા જેવા ક્ષેત્રોમાં તેજી હતી.

અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ, ભારત ઈલેકટ્રોનીકસ, એનટીપીસી, પાવરગ્રીડ, સ્ટેટ બેંક, એકસીસ બેંક, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, લાર્સન, ભારત મેટ્રોલિયમ તૂટયા હતા. મહીન્દ્ર, મારૂતી, નેસલે, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઈટન, એશિયન પેઈન્ટસ, બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસીસ, કોટક બેંક, હિન્દ લીવર, હીરો મોટો વગેરે ઉંચકાયા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 221 પોઈન્ટના ઉછાળાથી 72300 હતો તે ઉંચામાં 73027 થયા બાદ પટકાયો હતો અને નીચામાં 71879 થયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 80 પોઈન્ટના સુધારાથી 21965 હતો તે ઉંચામાં 22131 તથા નીચામાં 21791 હતો.

Print