www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કચરો ન ઉપડતા લોકોએ કર્યો નવતર વિરોધ કચરા પેટી રોડ ઉપર મુકી દેતા તંત્ર દોડયું


સાંજ સમાચાર

જામનગર તા.28
જામનગરમાં વર્ષે દહાડે મ્યુ. તંત્ર રૂ.16 કરોડથી વધુના ખર્ચે કોન્ટ્રાક્ટર પાસેથી કામ લેવામાં આવે છે. તે ઉપરાંત સફાઈ કામદારો પણ સફાઈ કામ કરે છે. છતાં શહેરના માર્કેટ વિસ્તારના મુખ્ય રાજ માર્ગ ઉપર ગંદકીની સ્થિતિ કેવી છે. તે અંગે કોઈકે ધ્યાન દોરવા કચરાપેટી જાહેર માર્ગ વચ્ચોવચ્ચ મુકી દઈને વિસ્તારની સ્થિતિની રજુઆત કરી દીધી છે.

શહેરમાં રણજીતરોડ ઉપર ખાદી ભંડાર પાસે કડિયાવાડના નાકા પાસે કોઈએ જાહેર માર્ગ વચ્ચોવચ કચરાપેટી મુકી દીધી હતી. જેને કારણે કચરાપેટીને ફરીને બંને બાજુના વાહનો પસાર થતા જોવા મળ્યા હતા. મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સ્વચ્છતા કેવી જાળવવામાં આવે છે.

તે અંગે તંત્રનું ધ્યાન દોરવા કચરાપેટી જાહેર રોડ ઉપર વચ્ચોવચ મુકી દીધી હતી. જે સ્થળેથી કચરાપેટી રોડ ઉપર ખસેડવામાં આવી છે. તે સ્થળે પણ પારાવાર ગંદકી જોવા મળી રહી છે. શહેરમાં સફાઈ પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં જાહેર માર્ગ ઉપર કચરાની આવી હાલત છે.

 

Print