www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સોમનાથનો પવિત્ર ત્રિવેણીઘાટ કારીગરોથી નહિ પરંતુ કારસેવક ભકતોની શ્રમભકિતથી બન્યો હતો


સાંજ સમાચાર

(દેવાભાઇ રાઠોડ)
પ્રભાસપાટણ, તા. 24

સોમનાથમાં હિરણ્યા, સરસ્વતી અને કપીલા એ ત્રણ નદીઓના સંગમે થઈ સમૂદ્રને મળે છે. તે તિર્થ ત્રિવેણી સંગમ ગંગા, યમુના જેટલુ જ પવિત્ર મનાયુ છે. તેમાં પવિત્ર સ્નાનનો અને પિતૃશ્રાધ્ધ કરવાનો મહિલા પ્રાચીન સમયથી છે.

મહાભારતમાં શલ્ય પર્વમા ઉલ્લેખ મળે છે કે ત્રિવેણી તિર્થ-સર્વ તિર્થોમાં પ્રધાન અને ઉતમ તિર્થ પ્રભાસમા છે. જે દેવોને પણ દૂર્લભ છે. ભારતમા આઝાદી સમયે ઘાટ જર્જરિત અને વેરવિખેર જવો હતો તે લાંબા સમય સુધી રહ્યો હતો. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમારે કહે છે કે જેનો ઘાટ બનાવવા વેરાવળના ખારવા યુવક રામજીભાઈ ગોહીલે મને દરખાસ્ત આપી હતી.

જે મે અધ્યક્ષ પાસે મંજૂર કરાવી અને રામજીભાઈ ગામડે ગામડે ફર્યા અને જણાવ્યુ કે ત્રિવેણી માતાનુ કામ છે કામે આવવાનુ છે. કાંઈ મળશે નહીં સેવા કરવાની છે. સાધન અને ભોજન પણ તમારે સાથે લાવવાના છે. તે વખતે પંજાબમા આસ્થાન સ્થાનનુ નિર્માણ કારસેવાથી થતુ હતુ તેવી તેને જાણકારી હતી અને ત્રિવેણી સંગમ ઘાટ માટેની કારસેવાની સતાધારના તત્કાલીન મહંત જીવરાજબાપુના હસ્તે પહેલી પવિત્ર શિલાનું આરોપણ કરાયુ હતુ. રામજીભાઈના પ્રયાસો અને સોમનાથ ટ્રસ્ટના પ્રચારોથી લોકો શ્રમદાન માટે આવવા લાગ્યા હતા. કોઈના હાથમા પાવડા, ત્રિકમ તો કોઈના હાથમા બકડીયા અને હથોડા તો કોઈના હાથમા કોશ તો કોઈ પગે ચાલીને તો કોઈ પોતાના વાહનમા આવ્યા હતા. કામનુ એસ્ટીમેન્ટ કે પ્લાન બનાવ્યા ન હતા.પથ્થર, રેતી લાવી ઠાલવવા લાગ્યા હતા. મોરાસા સિમેન્ટ કંપનીએ સિમેન્ટનુ યોગદાન આપ્યુ હતુ. ઘાટનુ કામ પૂર્ણ થતા તા.15-8-86ના રોજ ઘાટનુ લોકાર્પણ કરાયુ હતુ.  

Print