www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શેરબજારની તેજીએ SIP કલ્ચરને વેગ આપ્યો


સાંજ સમાચાર

કોવિડના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે લાખો સામાન્ય લોકોએ ઓફિસ જવાનું ટાળ્યું  હતું.  આ સમયગાળા દરમિયાન ઘરેથી કામ કરવાનું ચલણ વધ્યું, આ સાથે આ જ સમયગાળા દરમિયાન, શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં સીધા રોકાણ કરનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.

આવી સ્થિતિમાં, ભારતમાં ઘરેલું  બચતનો ઉપયોગ કેવી રીતે થાય છે તેમાં મોટો ફેરફાર જોવા મળ્યો. સામાન્ય લોકો મોંઘવારી સામે લડવા માટે શેરમાં રોકાણને શ્રેષ્ઠ વિકલ્પ ગણવા લાગ્યા.

ફ્રેન્કલિન ટેમ્પલટનના ડેટા અનુસાર, એપ્રિલ ર0ર3માં મ્યુચ્યુઅલ ફંડની કુલ સંપતિમાં ઇકવીટીનો હિસ્સો 60% સુધી પહોંચ્યો હતો. ડિસેમ્બર ર0ર0માં તે 39.ર% હતો. આ જ સમયગાળા દરમિયાન મ્યુચ્યુઅલ ફંડની કુલ અઞખ રૂા. 31.0ર લાખ કરોડથી વધીને રૂા.57.26 લાખ કરોડ થઇ હતી. 

Mirea Asset ના વાઇસ ચેરમેન અને CEO સ્વરૂપ મોહંતી કહે છે કે શેરબજારમાં રોકાણ કરવામાં સામાન્ય લોકોનો હિસ્સો હવે વધીને 60% થઇ ગયો છે. મ્યુચ્યુઅલ ફંડના લોકો દ્વારા ઇકવીટીમાં રોકાણ કરી રહ્યા છે જેના કારણે શેરબજારમાં રોકાણ વધી રહ્યું છે. ફાઇનાન્શિયલ પ્લાનર્સ કહે છે કે તાજેતરના સમયમાં SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ  પ્લાન)નો ટ્રેન્ડ વધ્યો છે. ઇકવીટીમાં રોકાણ વધારવામાં આનો પણ મોટો ફાળો છે. SIP દ્વારા લોકો ધીમે ધીમે અને સતત શેરોમાં રોકાણ કરે છે, જેથી તેઓ તેમના લાંબા ગાળાના લક્ષ્યોને પૂર્ણ કરી શકે.

ઇકિવટીમાં લોકોનો વિશ્વાસ વધ્યો
લોકોમાં SIP નો ટ્રેન્ડ ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઘણા લોકો SIP દ્વારા તેમના ઇકિવટી રોકાણમાં વધારો  કરી રહ્યા છે. તેઓ લાંબા ગાળાના લક્ષ્યો પૂરા કરી રહ્યા છે. ર019-20માં SIP દ્વારા રોકાણ એક લાખ કરોડ હતી. જે 2023-24માં વધીને 1.99 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ. આ ઇકિવીટીમાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે. લોકો તેમની ફિજીકલ સંપતિ વેચી રહ્યા છે અને તે નાણાંનો અમુક હિસ્સો ઇકિવીટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. 

 

રોકાણનું આકર્ષણ વધ્યું
ફંડ હાઉસનું માનવાનું છે કે છેલ્લા ચાર વર્ષમાં શેરબજારમાં જબરદસ્ત તેજી આવી છે. આ સમય દરમ્યાન કોઇ મોટી ગિરાવટ જોાવ નથી મળી. આને કારણે લોકો શેરબજારમાં વધુને વધુ લોકો રોકાણ કરવા માંગે છે. 2020ની ડિસેમ્બરથી એપ્રિલ-2024 સુધીમાં નિફટી 50માં 72 ટકા, નિફટી મિડકેપ 150માં 151 ટકા અને નિફટી સ્મોલકેપ રપ0માં 178 ટકા વધી છે. શેરબજારમાં આટલી તેજીને હિસાબે લોકોની મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરવાની આશાઓ પણ વધી ગઇ છે. 

 

Print