www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જુનથી શેરબજાર ટનાટન દોડશે


તમામ પરિબળો અનુકુળ બની રહ્યા છે: શેરબ્રોકર પરેશ વાઘાણીનો નિર્દેશ

સાંજ સમાચાર

વડાપ્રધાનના નિવેદન ની જોરદાર અસર શેરબજારમાં જોવા મળશે. તાજેતરમાં જ વડાપ્રધાન દ્વારા જણાવવામાં આવેલું છે કે બજારમાં તેજીનું વાવાઝોડું ફુકશે. ટ્રેડરો થાકી જશે. આ નિવેદનની અસર પોઝિટિવ પડશે. રોકાણકારો ખુશખુશાલ છે અને નવું રોકાણ જૂનમાં કરવા માટે અત્યાર થી જ થનગની રહ્યા છે.

ખાસ કરીને સેક્ધડરી માર્કેટમાં પી.એસ.યુ કંપનીમાં તેમજ આઇ.ટી સેક્ટરમાં મોટી તેજી થઈ શકે છે. સરકારી કંપનીઓમાં મોટી તેજીની શક્યતા નકારી શકાય નહીં. જે રીતે સોના ચાંદીમાં તેજી થઈ છે તે જોતા શેરબજારમાં પણ આગ ઝરતી તેજીની શક્યતા છે.

ખાસ કરીને ચૂંટણીના પરિણામો આવી જાય, નવી સરકારની રચના થઈ જાય, નવું પ્રધાન મંડળ બની જાય અને નાણાપ્રધાન તરીકે કોણ મુકાય છે તે ખાસ જોવાનુ રહેશે. જે રીતે કેન્દ્ર સરકારની પોલીસી ઓ છે અને વડાપ્રધાનના નિવેદન આવ્યું છે તે જોતા એક મોટો વર્ગ રોકાણનો શેરબજારમાં આગામી પાંચ વર્ષ તેજીની શક્યતા જોઈ રહ્યો છે.       

શેરબજારના નિષ્ણાંત શ્રી પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર આવનારા સમયમાં એફ.આઈ.આઈ તેની રણનીતિ બદલી અને ભારતીય શેરબજારમાં મોટી ખરીદી કરશે તેવી શક્યતાઓ છે ઉપરાંત, વૈશ્વિક લેવલે વ્યાજદરોમાં ઘટાડો પણ જોવાય રહ્યો છે.ચોમાસુ પણ સારૂં જાય તેવી શક્યતા છે.

આ બધા પરિબળો જોતા શેરબજારની તેજીને કોઈ રોકી શકશે નહીં ખાસ કરીને અમેરિકામાં વ્યાજદરોમાં ઘટાડો થશે. આ ઉપરાંત આગામી બે-ત્રણ ક્વાર્ટર પછી ભારતમાં પણ વ્યાજદરની સાયકલ રિવર્સ થશે. વ્યાજદરોમાં ઘટાડો થશે. તે જોતા બજારમાં તેજી કરવા વાળો વર્ગ પૈસા કમાશે તેમાં કોઈ શંકા નથી.

 

Print