www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જાપાનના ‘રેર’ બ્લડની કમાલ: 8 વખત ગર્ભપાત બાદ મહિલા ‘માતા’ બની


બ્લડગ્રુપ મેચ થતુ ન હોવાથી 8 વખત મહિલાને ગર્ભપાત થઈ ગયો હતો

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.13
એક મહિલા 8 વખત ગર્ભવતી બની, પરંતુ દર વખતે ગર્ભાશયમાં એનિમિયાના કારણે ગર્ભ મૃત્યુ પામતો હતો. માતા અને બાળકનું બ્લડ ગ્રુપ મેચ થતું ન હતું, જેના કારણે એનિમિયાના કારણે ગર્ભ મૃત્યુ પામતો હતો. બાળકનું બ્લડ ગ્રુપ ઘઉ ફેનોટાઇપ હતું, જે ખૂબ જ દુર્લભ છે. 9મી વખત એઈમ્સમાં સારવાર થઈ અને અહીંના ડોક્ટરોએ દુનિયાના તમામ મોટા દેશોમાં આ દુર્લભ બ્લડ ગ્રુપની શોધ કરી.

અંતે જાપાનીઓ તૈયાર થયા. દાતાઓ મફતમાં રક્ત આપવા તૈયાર હતા, પરંતુ દર્દીના પરિવારજનો રક્ત દેશમાં લાવવાનો ખર્ચ ઉઠાવવા સક્ષમ ન હતા. NGOની મદદથી AIIMSએ આ સમસ્યાનો ઉકેલ લાવ્યો. આ માટે લગભગ છ થી સાડા છ લાખ રૂપિયાનો ખર્ચ થયો અને બે યુનિટ બ્લડ લાવવામાં સફળ થયા અને બાળકનો જીવ બચી ગયો.

AIIMSના ગાયનેકોલોજી વિભાગના પ્રોફેસર ડો.નીના મલ્હોત્રાએ જણાવ્યું કે આ બ્લડ ગ્રુપ ખૂબ જ દુર્લભ છે. આ 1.10 લાખમાં કોઈ એક વ્યક્તિ મા આ મળી આવે છે.  કોઈક વાર ખબર પણ હોતી નથી. આ મહિલા લેડી હાર્ડિંગમાં સારવાર લઈ રહી હતી. છેલ્લી ત્રણ વખત તેણી ગર્ભવતી બની ત્યારે ગર્ભ એનિમિયાના કારણે મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, માતા અને ભ્રૂણનું બ્લડ ગ્રુપ મેચ નથી થતું. ત્યાંના ડોક્ટરે કહ્યું કે ભવિષ્યમાં પણ આવું જ થશે. પરંતુ તે નવમી વખત ગર્ભવતી બની અને ફરી એ જ સ્થિતિ સર્જાઈ, જે બાદ તેને એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા.

 

Print