www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માણસના મગજના ટિશ્યુમાંથી બન્યું છે વિશ્વનું પહેલું જીવતું જાગતું કમ્પ્યુટર


સાંજ સમાચાર

લંડન: 
એક તરફ સૌને ડર લાગી રહ્યો છે કે કયાંક આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ) માણસોને બધે જ રિપ્લેસ તો નહીં કરી દેને? ત્યારે ટેકનોલોજિકલ એડવાન્સમેન્ટ એટલું આગળ વધ્યું છે કે હવે સ્વીડિશ સાયન્ટિસ્ટોએ જીવતુ જાગતું કમ્પ્યુટર બનાવ્યું હોવાનો દાવો કર્યો છે અને એ પણ માણસના મગજના ટિશ્યુઝનો ઉપયોગ કરીને આવું ખરેખર સંભવ છે?

સ્વીડિશ સાયન્ટિસ્ટોનું કહેવું છે કે, આ કમ્પ્યુટર ચિપની જેમ માહિતી શેર કરી શકે છે. જો આ પ્રકારનું કમ્પ્યુટર વર્લ્ડવાઈડ એડોપ્ટ કરવામાં આવે તો એનર્જી ક્રાઈસિસ નિવારી શકાય.

જો આ શોધને આગળ વિકસાવવામાં આવે તો એનાથી આપણા વિશ્વમાં અનેક બદલાવ આવી શકે છે. કમ્પ્યુટર સાયન્સ અને ન્યુરોસાયન્સના સમન્વયથી નવી સંભાવના પેદા થઈ શકે છે અને બાયોલોજી અને ટેકનોલોજી વચ્ચેના ભેદને વધુ પાતળો કરી દે એમ છે.

જોકે હજી આ સંશોધનોને નૈતિક ધોરણે કેટલો છૂટો દોર મળી શકે એ વિચારવા જેવું છે, પરંતુ જો આ સંભવ બને તો કમ્પ્યટીંગ પાવર અને એનર્જી એફિશ્યન્સીની દ્દષ્ટિએ ફાયદો ચોકકસ થઈ શકે છે.

આ કમ્પ્યુટરમાં 16 ઓર્ગનોઈડ્સ છે જે મગજના કોષોમાંથી લેબોરેટરીમાં ઉગાડવામાં આવ્યા છે. આ ઓર્ગનોઈડ્સ એકબીજા સાથે સિગ્નલ્સની આપ-લે કમ્પ્યુટર ચિપની જેમ કરીને સર્કિટની જેમ કામ કરે છે. લિવિંગ સેલ્સ એમાં હોવાથી એને ચલાવવા માટે ઓછી એનર્જીની જરૂર પડે છે.

Print