www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘તારે જયાં ભાગવુ હોય ત્યાં ભાગવા જ મંડજે’ કહીં યુવકને ફોનમાં ધમકી


ભોજપરા સરપંચની ઓફિસના કર્મચારીએ યશ સરવૈયા સામે ગુનો નોંધાવ્યો, બે દિવસ પહેલા આરોપીના પિતા પર હુમલો થયેલો : જે બાબતનો ખાર રાખી ધમકી અપાઈ હોવાની શંકા

સાંજ સમાચાર

 રાજકોટ, તા.27

ગોંડલના ભોજપરા ગામમાં તારે જયાં ભાગવુ હોય ત્યાં ભાગવા જ મંડજે કહીં યુવકને ફોનમાં ધમકી આપતાં યશ સરવૈયા નામના શખ્સ સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે ગોંડલના ભોજપરા ગામે રહેતાં મનિષભાઇ રાજેશભાઇ સોલંકી (ઉ.વ.26) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે યશ બાબુ સરવૈયાનું નામ આપી જણાવ્યું હતું કે, તે છેલ્લા છ વર્ષથી ભોજપરા ગામે ગામના સરપંચ વિપુલભાઇ પરમારની ઓફીસમાં કામ કરે છે અને ત્યાં જ રહે છે. બે દિવસ પહેલા તે ઓફીસે હતો તે દરમિયાન રાત્રીના સમયે બાબુભાઇ સરવૈયાને અજાણ્યા માણસોએ માર મારેલ હોય તે બાબતે પુછપરછ કરવા ગોંડલ તાલુકા પોલીસ ફરિયાદીને પોલીસ સ્ટેશન લઇ જઇ રહેલ હતા ત્યારે પોલીસની હાજરીમાં તેને અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને વાત કરે કે, કોણ બોલો છો જેથી તેને કહેલ કે, હું સોલંકી બોલુ છું.

તમે કોણ બોલો છો ? જેથી સામાવાળાએ કહેલ કે, હું જે બોલતો હોય તે તારે જયાં ભાગવું હોય ત્યાં ભાગવા જ મંડજે. ગામ મુકીને ભાગવા મંડજે. એટલું જ કહેવા તને ફોન કરેલ હતો. તેમ કહીં ધમકી આપી ફોન કાપી નાખેલ હતો. બાદમાં તપાસ કરતાં તે નંબર યશ સરવૈયાનો હોવાનું સામે આવ્યું હતું. વધુમાં બનાવના કારણ અંગે ફરીયાદીએ જણાવ્યું કે, તેઓ વિપુલભાઈની ઓફીસે કામ કરતો હોય ત્યારે રાત્રીએ યશના પિતાને કોઇ અજાણ્યા માણસોએ માર મારેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીએ ફોન કરી ધમકી આપેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ધમકીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

Print