www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એવીપીટીઆઈ કોલેજની હોસ્ટેલમાં અગાસી પરથી સોલાર સિસ્ટમની ચોરી: તસ્કરની શોધખોળ


રૂ.1.50 લાખની સોલાર તસ્કરો ઉપાડી ગયાં: એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

સાંજ સમાચાર

રાજકોટ. તા.22
હેમુગઢવી હોલ પાસે આવેલ એવીપીટીઆઈ કોલેજની હોસ્ટેલમાં અગાસી પરથી સોલાર સિસ્ટમ રૂ.1.50 લાખનો મુદ્દામાલ ચોરી થયાનો મામલો સામે આવતાં એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે કોલેજના આચાર્ય પરેશભાઈ પ્રવિણચંદ્ર કોટક (ઉ.વ.59, રહે. રામપાર્ક શેરી નં.1/3ના ખુણે, કાલાવડ રોડ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કોલેજમાં જીઆઈએસએફના સિક્યુરીટી ગાર્ડ ત્રણ શીફટમાં તહેનાત હોય છે.

કોલેજના કેમ્પસમાં માર્કોની નામની બોયઝ હોસ્ટેલ છે. ગઈ તા.13ના રોજ સાંજે હોસ્ટેલના વોર્ડને કોલ કરી હોસ્ટેલની અગાશી પર રાખેલ સોલાર વોટર હિટીંગ સિસ્ટમની કુલ 15 સોલાર પેનલ ગાયબ હોવાની જાણ કરી હતી.

તપાસ કરતાં માર્ચ મહિનામાં સોલાર પેનલ હતી. માર્ચથી લઈ તા.13 મે સુધીમાં આ સોલાર પેનલની ચોરી થઈ હતી. હોસ્ટેલની પાછળ અવાવરૂ જગ્યા આવેલી છે. ત્યાંથી તસ્કરોએ અગાશી ઉપર આવી ચોરી કર્યાની શક્યતા છે. આજે આ અંગે ફરિયાદ નોંધાવતાં એ-ડિવીઝન પોલીસે સીસીટીવી કેમેરા વગેરેના આધારે તપાસ આગળ ધપાવી છે.

 

 

Print