www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધર્માંતરણ સભાઓ મુદે અલાહાબાદ હાઈકોર્ટની મહત્વની ટકોર

તો બહુમતી વસ્તી થઈ જશે લઘુમતી, ધર્માંતરણ સભાઓ પર લાગે રોક: હાઈકોર્ટ


બંધારણ ધર્મ બદલવાની આઝાદી આપે છે, પણ લાલચ આપીને નહીં: હાઈકોર્ટ: જબરદસ્તીથી ઈસાઈ બનાવવાના કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી

સાંજ સમાચાર

પ્રયાગરાજ તા.2
ધર્માંતરણની પ્રવૃતિ પર અલાહાબાદ હાઈકોર્ટે ગંભીર ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે જો ધાર્મિક સીમાઓમાં ધર્માંતરણની પ્રવૃતિ ચાલુ રહી તો એક દિવસ ભારતની બહુમતી વસ્તી લઘુમતી થઈ જશે. કોર્ટે જણાવ્યું હતું કે ધર્માંતરણ કરનારી ધાર્મિક સભાઓ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે આવા આયોજન બંધારણની કલમ 25 તરફ આપવામાં આવેલ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની વિરુદ્ધ છે. બંધારણની આ કલમ કોઈપણ વ્યક્તિને ધર્મમાં માનવા, પૂજા કરવા અને પોતાની ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે. હાઈકોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે ધર્મ પ્રચારની સ્વતંત્રતા કોઈને ધર્મ પરિવર્તન કરાવવાની મંજુરી નથી આપતી.

જબરદસ્તીથી કમાઈ રહ્યા છે ઈસાઈ: અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટીસ રોહિત રંજન અગ્રવાલે હિન્દુઓને ઈસાઈ બનાવવાના આરોપી યૌદહા, હમીરપુરના કૈલાસની જામીન અરજી ફગાવી દીધી હતી. રામકલી પ્રજાપતિએ એફઆઈઆર નોંધાવી હતી કે તેનો ભાઈ માનસિક રીતે બીમાર હતો.

તેને અરજદાર એક વીક માટે દિલ્હી લઈ ગયો હતો. પરિવારને કહ્યું હતું કે સારવાર કરાવીને ગામ પરત મોકલી દેશે. પણ તેનો ભાઈ પરત ન આવ્યો. ભાઈ જયારે પરત આવ્યો તો ગામના અન્ય તેને દિલ્હીમાં આયોજીત આયોજનમાં લઈ ગયા. ત્યાં તેનું ઈસાઈ ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું.

આરોપ છે કે તેના માટે ફરિયાદ કરનારના ભાઈને પૈસા આપવામા આવે છે. હાઈકોર્ટે મામલાની સુનાવણીમાં જણાવ્યું હતું કે બંધારણ ધર્મ પ્રચારની છુટ આપે છે. ધર્મ બદલવાની છુટ નથી આપતો. અરજદાર પર ગંભીર આરોપ છે. ગામના તમામ લોકોને ઈસાઈ બનાવી દેવામાં આવ્યા છે.

લાલચ આપીને ધર્માંતરણની મંજુરી નહીં: દલીલો સાંભળ્યા બાદ અલાહાબાદ હાઈકોર્ટે બંધારણને હવાલો આપ્યો હતો. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતુ કે બંધારણ કોઈને પણ સ્વેચ્છાએ ધર્મ બદલવાની આઝાદી આપે છે. બંધારણ કોઈપણ વ્યક્તિને લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવાની મંજુરી નથી આપતુ. હાઈકોર્ટે જણાવ્યું હતું કે પોતાના ધર્મનો પ્રચાર કરવાનો અર્થ બીજા વ્યક્તિને પોતાના ધર્મમાં પરિવર્તિત કરવાનો નથી.

 

Print