www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચીનનું આ શહેર છે વિશ્વનું સૌથી સાંકડું શહેર ! પાંચ લાખની વસ્તી પણ એક જ રસ્તો !!


શહેરમાં સૌથી સાંકડો વિસ્તાર 30 મીટરનો અને સૌથી પહોળો વિસ્તાર 300 મીટરનો !!

સાંજ સમાચાર

બેજીંગ : દરેક શહેરની કોઇને કોઇ ખાસિયત હોય છે. ચીનમાં એક એવું શહેર છે જે વિશ્વનું સૌથી સાંકડું શહેર કહેવાય છે. આ શહેરનું નામ યાન્જિન કાઉન્ટી છે. જે ચીનના યુનાન પ્રાંતમાં નાન્કસી નદીના કિનારે આવેલું છે. એની આજુબાજુ તીવ્ર ઢાળવાળા પર્વતોની હારમાળા છે.

સોશ્યલ મીડિયા પર આ અનોખા શહેરનો વિડીયો વાઇરલ થયો છે. લીલાછમ પર્વતો વચ્ચે વહેતી નદીના બંને કિનારે બાંધવામાં આવેલી ઇમારતો જોઇને નવાઇ લાગે કે આવું પણ કોઇ શહેર અસ્તિત્વ ધરાવે છે. જોકે આ શહેર જોવામાં ભલે સુંદર લાગતુ હોય પણ અહીં રહેવું એટલું સરળ નથી ?

આ શહેરનો સૌથી સાંકડો વિસ્તાર 30 મીટરનો અને સૌથી પહોળો વિસ્તાર 300 મીટરનો છે. ટ્રાન્સપોર્ટેશન માટે નદીની  વચ્ચે માત્ર એક મુખ્ય રસ્તો છે અને શહેરની વચ્ચે બનાવવામાં આવેલા રસ્તા નદીની લંબાઇને કારણે બહુ લાંબા છે. મુલાકાતીઓ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરીને જ શહેરમાં આવી શકે છે. 

રસપ્રદ વાત એ છે કે, આ શહેરની વસ્તી પાંચ લાખથી વધુ હોવાનું કહેવાય છે. ઇમારતો નદીના કિનારે ઉભેલી હોવાથી એને થાંભલાની મદદથી બનાવવામાં આવી છે જેથી પુર આવે તો પણ પાણી નીચે જ રહે. ઘણાને એવો પ્રશ્ન થતો હશે કે દેખાવે ભલે ટુરીસ્ટ ડેસ્ટીનેશન લાગે પણ આ શહેરમાં લોકો કાયમી વસવાટ કેમ કરતા હશે ? હકીકતમાં અહીં લોકો પેઢીઓથી રહે છે અને એટલે જ પોતાના શહેરને છોડવા નથી માંગતા.

Print