www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વોટસએપની અંદર જ મળી જશે ફોન સાથેનું આ ફીચર !


સાંજ સમાચાર

મુંબઇ : એવું જાણવા મળ્યું છે કે વોટસએપ પર એક નવું ઇન-એપ ડાયલર ફીચર આવી રહ્યું છે. આ ફીચર આવવાથી યુઝર્સની એક સમસ્યા દૂર થઈ જશે. જો તમે વિચારી રહ્યા છો કે ઇન-એપ ડાયલર ફીચર શું છે, તો અમે તમને જણાવીએ કે યુઝર્સને એપની અંદર જ ડાયલિંગ પેડ મળશે.

અગાઉ, જો તમારી પાસે કોઈનો ફોન નંબર હોય અને તમારે તેમને કોલ કરવાની જરૂર હોય, તો તમારે પહેલા તેને તમારા ફોન કોન્ટેક્ટ્સમાં એડ કરવાનો હતો. કોન્ટેક્ટ્સમાં એડ કર્યા પછી જ નામ વોટ્સએપ પર દેખાતું હતું અને તે પછી નંબર પર કોલ કરી શકાતો હતો.

પરંતુ એપમાં ઇન-ડાયલર ફીચર આવ્યા બાદ તમે એપમાંથી જ સીધો કોઈપણ નંબર ડાયલ કરી શકશે. આ માહિતી WABetaInfo દ્વારા આપવામાં આવી છે, અને સ્ક્રીનશોટ શેર કરીને તે પણ બતાવ્યું છે કે આ ફીચર ખરેખર કેવો દેખાશે અને તે કેવી રીતે કામ કરશે.

આ ફીચરમાં, ફોન નંબર દાખલ કર્યા પછી, વપરાશકર્તાઓ પાસે તેને નવા સંપર્ક તરીકે એડ્રેસ બુકમાં સીધો સેવ કરવાનો અથવા વર્તમાન સંપર્કમાં ઉમેરવાનો વિકલ્પ પણ હશે. આ બરાબર એ જ રીતે કામ કરશે જે રીતે તે ફોન ડાયલપેડ સાથે થાય છે.

ડાયલર સ્ક્રીનમાં મેસેજિંગ શોર્ટકટ પણ ઉપલબ્ધ હોવાનું કહેવાય છે, જે વપરાશકર્તાઓને તે ફોન નંબર પર તરત જ મેસેજ મોકલવાની મંજૂરી આપે છે જેને તેઓ શરૂઆતમાં ડાયલ કરવાના હતા પરંતુ તેના બદલે તેણે મેસેજ કરવાનું પસંદ કર્યું.

તમને જણાવી દઈએ કે, આ નવી ઇન-એપ ડાયલર ફીચર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે જેઓ ગૂગલ પ્લે સ્ટોરમાંથી એન્ડ્રોઇડ માટે વોટસએપ બીટાનું લેટેસ્ટ અપડેટ ઇન્સ્ટોલ કરે છે અને તે આગામી દિવસોમાં વધુ લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

Print