www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આ વખતે મહિલા મતદારો વધ્યા પણ સંસદમાં મહિલાઓની સંખ્યા ઘટી


સંસદમાં મુસ્લિમ પ્રતિનિધિત્વમાં સતત ઘટાડો: ગત ચૂંટણીમાં 115 મુસ્લિમ ઉમેદવારો હતા, જયારે આ વખતે 78 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં હતા

સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.7
આ વખતે ચૂંટણીમાં મહિલા વોટરોમાં તો વધારો જોવા મળ્યો હતો. પણ સંસદમાં મહિલાઓની સંખ્યા ઓછી જ થઈ છે. 18મી લોકસભા ચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ છે કે આ વખતે ગત લોકસભાની તુલનામાં ઓછી મહિલાઓ સંસદમાં બેસશે.

છેલ્લે 78 ટકા મહિલાઓ લોકસભા માટે ચૂંટાઈ હતી. જયારે આ વખતે 74 ટકા મહિલાઓને ચૂંટીને લોકસભામાં મોકલાઈ છે. અહીં મમતા બેનર્જીનો ઉલ્લેખ કરવો જોઈએ. કારણ કે તેના 29 સાંસદોમાં 11 મહિલા સાંસદ જીતી છે, આમ તો ટીએમસી એવી પાટીઓમાંની છે જેમાં મહિલા સાંસદોના પ્રતિનિધિત્વની યાદી પહેલેથી અવ્વલ રહી છે.

વર્ષ 2019માં પણ જે પક્ષોમાં 10 ટકાથી વધુ મહિલા સાંસદો હતા તેમાં બીજેડીની 42 ટકા અને ટીએમસીની 39 ટકા મહિલા સાંસદ સામેલ હતી. ટીએમસીએ ટીકીટ વહેંચણીમાં વિવાદોમાં રહેલી સાંસદ મહુવા મોઈત્રાને કૃષ્ણાનગરથી લઈને જાદવપુરથી એકટ્રેસ અને ચૂંટણી રણનીતિમાં પહેલી વાર એન્ટ્રી કરી રહેલી સયાની ઘોષ અને મેદનીપુરથી જૂન મલિયાને ટિકીટ આપી હતી.

આ ઉપરાંત રાજનીતિમાં અનુભવી માલારોય પર પણ ભરોસો બતાવવામાં આવેલો જે ખરો સાબીત થયો. જો કે ગત વખતે 11 મહિલા સાંસદ પસંદ કરીને મોકલનાર યુપીએ આ વખતે 8 મહિલાઓ જ નીચલા સદનમાં પહોંચી શકી છે. જેમાંથી પાંચ સમાજવાદી પાર્ટીમાંથી છે. ચૂંટણીપંચના આંકડા અનુસાર આ વખતે ભાજપના 30 મહિલા ઉમેદવારોએ જીત મેળવી છે.

ટીએમસીની 11 તો કોંગ્રેસની 14, જયારે સમાજપાર્ટીની પાંચ તો ડીએમકેની ત્રણ મહિલા સાંસદ પાર્લામેન્ટ સુધી પહોંચી છે. મુસ્લિમ પ્રતિનિધિત્વમાં પણ સતત ઘટાડો: રિઝલ્ટ બતાવે છે કે આ વખતે 24 મુસ્લિમ ઉમેદવારોને જીત મળી છે. આ છેલ્લી વારના 26ના આંકડાથી થોડુ ઓછું છે.

જયારે વર્ષ 2024માં આ આંકડો 24નો હતો. ચુંટણીમાં આ વખતે કુલ 78 ઉમેદવાર જ મેદાનમાં હતા, જયારે ગત વખતે 115 મુસ્લિમ ઉમેદવારોને ચુંટણીમાં ટિકીટ મળી હતી. આ વખતે ટિકીટ વહેંચણીને જોતા સૌથી વધુ 35 ઉમેદવાર બસપાએ ઉભા કર્યા હતા.

19 ઉમેદવારોની સાથે ટીએમસી ત્રીજા નંબરે આવે છે. યુપીની વાત કરીએ તો સપાએ ઉભા રાખેલ ચારેય ઉમેદવારોને જીત મળી છે, જયારે બસપાએ ઉભા કરેલ 20 ઉમેદવારોમાંથી કોઈ જીતી શકયું નહોતું.

 

 

Print