www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાવનગરમાં ફાયરિંગ અને હત્યા કેસમાં ત્રણેય આરોપી ઝડપાયા


રાજુ, રાહુલ, અને યશની ધરપકડ: ત્રણે શખ્સોને રીમાન્ડ પર લેવા તજવીજ

સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.15
ભાવનગર શહેરમાં  બે સગા ભાઈઓ ઉપર ફાયરિંગ કરી એકની હત્યા કરી ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા. આ બનાવના આરોપીઓને  પોલીસે ઝડપી લીધા છે.
ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં  બે સગા ભાઈઓ કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલાઉ.વ. 25 અને તેના ભાઈ ઋતુરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલાઉ.વ. 27 ઉપર ત્રણ શખ્સો એ ફાયરિંગ કરી જીવલેણ કરી નાસી છૂટ્યા હતા. આ બનાવમાં કુલદીપ સિંહનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ .જ્યારે તેના ભાઈ ઋષિરાજસિંહ ને હોસ્પિટલ ખસેડાયેલ આ બનાવ અંગે ત્રણ શખ્સો વિરુદ્ધ મોડી રાત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ઈ હતી.

દરમિયાન ફાયરિંગ અને હત્યા કેસના ત્રણે આરોપીઓ રાજુ બાબુભાઈ વેગડ ,રાહુલ કમલેશભાઈ મકવાણા અને યસ ઉર્ફે બાલા ભાવેશ અલાણી ને પોલીસે  ઝડપી લીધા હોવાનું જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલે જણાવ્યું હતું. ત્રણેય આરોપીઓ ની ધરપકડ કરી પોલીસે તેના રિમાન્ડ મેળવવા તજવિજ હાથ ધરી છે.

Print