www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દુનિયા ડિઝીટલ યુગમાં જીવે છે ત્યારે....

માલદીવના રાષ્ટ્રપતિ પર કાળો જાદુ કરવાના આરોપસર મંત્રી સહિત ત્રણની ધરપકડ


સાંજ સમાચાર

માલદીવ, તા.27
માલદીવમાંથી એક મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. પોલીસે રાષ્ટ્રપતિ મુઈજ્જુ પર કથિત રીતે કાળો જાદુ કરવાના આરોપમાં દેશની સરકારના એક મંત્રીની ધરપકડ કરી છે.

સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે, પોલીસે મુઈજ્જુની નજીક આવવા માટે કાળો જાદુ કરવાના આરોપમાં પર્યાવરણ મંત્રાલયના રાજ્યમંત્રી ફાતિમા શમનાઝની સાથે અન્ય બે લોકોની ધરપકડ કરી લીધી છે. 

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ત્રણેય લોકોની ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી કોર્ટે તમામને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે મંત્રી શમનાઝના ભાઈ અને અન્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શમનાઝ રાષ્ટ્રપતિ કાર્યાલયના મંત્રી એડમ રમીઝના પૂર્વ પત્ની છે. શમનાઝની ધરપકડ કરતા પહેલા પોલીસે તેના ઘરની તલાશી લીધી હતી. પોલીસે તેમના ઘરમાંથી કેટલીક વસ્તુઓ પણ જપ્ત કરી છે.

Print