www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાવનગરમાં જ્વલનશીલ પ્રવાહી સાથે ત્રણ ઝડપાયા


ટોરસ ટ્રક, બેરલ, ઈલે.મોટર, નોઝલનો મુદ્દામાલ જપ્ત

સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.24
ભાવનગરના વરતેજમાં આવેલ અશ્વિની પેટ્રોલ પંપની પાછળની ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે ડીઝલ જેવા ભળતા જ્વલનશીલ પ્રવાહી સાથે ત્રણ શખ્સને વરતેજ પોલીસે ઝડપી લઇ રૂ.15.55 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 પ્રાપ્ત વિગત મુજબ વરતેજ પોલીસને બાતમી મળી હતી કે, વરતેજમાં આવેલ અશ્વિની પેટ્રોલ પંપની પાછળ ખુલ્લા પ્લોટમાં વરતેજ ગામના હિતેન્દ્રસિંહ ભાવસંગભાઈ પરમાર ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો બેરલમાં રાખી ટ્રકની ટાંકીમાં ભરી આપી તેનું  વેચાણ કરે છે અને હાલમાં પણ આ વેચાણ ચાલુ હોવાની હકીકતના આધારે વરતેજ પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા ત્રણ ઈસમો બેરલમાંથી ટ્રકની ટાંકીમાં જ્વેલનશીલ પ્રવાહી 
ભરતા મળી આવ્યા હતા.
 

વરસેજ પોલીસે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કેટ હિતેન્દ્રસિંહ ઉર્ફે શક્તિ ભાવસંગભાઈ પરમાર,તેનો કામદાર કોમલ મોસીનભાઈ રવજાણી અને ટોરસ ટ્રકમાં જ્વલનશીલ પ્રવાહી પુરાવવા આવેલ કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ગોહિલને ઝડપી લઇ ડીઝલને મળતા આવતાં જ્વલનશીલ પ્રવાહી ભરેલા બેરલ, ટોરસ ટ્રક, રૂ.5,000/- રોકડા, ઈલેક્ટ્રીક મોટર, પ્લાસ્ટિકની નોઝલ સહિત કુલ રૂ.15,55,850/-  નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

 

Print