www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જીરાવલા પાર્શ્વનાથ જિનાલયની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન : કાલે ધજારોહણ


કાલે સવારે આ.ભગવંત પૂ.શ્રી જયશેખ સુરીશ્વરજીમ.ની નિશ્રામાં ધજા-સામૈયાનો વરઘોડો: આજે રાત્રે ભાવના

સાંજ સમાચાર

રાજકોટ,તા.1
જીરાવલા પાર્શ્વનાથ જિનાલયની પ્રથમ વર્ષગાંઠ નિમિતે ત્રિદિવસીય મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન આનંદ મંગલ શ્વેતાંબર  મૂર્તિપૂજક તગપચ્છ જૈન સંઘ-રાજકોટ દવારા શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલયની પ્રથમ વર્ષગાંઠ નિમિતે ત્રિદિવસીય મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન થયેલ છે. જેમાં પ્રથમ દિવસે તા. 30/6/24 પ્રભુના અઢાર અભિષેક, બીજા દિવસે તા. 1/7/24 સોમવાર નાં પંચકલ્યાણક પૂજા તથા રાત્રે 9 કલાકે અભય ભારદવાજ હોલ ખાતે પ્રભુભકિત ભાવના અને ત્રીજા મહા મંગલકારી દિવસે તા. 2/7/24 મંગળવાર નાં સવારે 9 કલાકે પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી જયશેખર સુરીશ્વરજી મ. સાહેબની નિશ્રામા ધજાના સામૈયાનો વરઘોડો રાજપેલેસ ચોકથી જિનાલય સુધી ત્યારબાદ 10:00 કલાકે જિનાલયખાતે સતરભેદી પૂજા અને 11:07 કલાકે જિનાલયની ઘજાઓ ચડાવવામાં આવશે.

આ સમગ્ર ત્રિદિવસીય મહોત્સવના લાભાર્થી, શ્રી ભાવીનભાઈ ખીમચંદભાઈ મહેતા પરીવાર (ભાણવડવાળા) છે. 

હવે પછી ના વર્ષ ની ધજા ની બોલી આજરોજ સોમવાર તા.1/7 રાત્રે ભાવનામાં બોલવામાં આવશે દરેક પુણ્યશાળી ખાસ લાભ લેવા ભાવના માં પધારશો. અભયભારદ્વાજ હોલ, વાસુપૂજ્ય જિનાલય પાસે, ગોપાલ ચોક નજીક, રાખેલ છે. સમય :- રાત્રે 9-00 કલાકે. રાખેલ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ દિલીપભાઈ દેસાઈ (7990પ70811) તથા ટ્રસ્ટી મંડળનાં સર્વે વિરેન્દ્રભાઈ મહેતા, નરેન્દ્રભાઈ શાહ, અનિલભાઈ મહેતા, ગિરીશભાઈ શાહ, પ્રકાશભાઈ શાહ, જયેન્દ્રભાઈ શાહ,  સમીરભાઈ કાપડીયા, જિનેશભાઈ શાહ, ડો. તેજસભાઈ શાહ, સિદ્ધાર્થભાઈ મહેતા, જનકભાઈ મહેતા તથા યુવક મંડળનાં તમામ ભાઈઓ અને મહીલા મંડળ તથા યંગ લેડી યુવા ગ્રુપના તમામ બહેનો અને સકળ સંઘના સભ્યો ખૂબ ઉત્સાહ અને ઉમંગથી પરમાત્માના આ પ્રતિષ્ઠા પર્વને દિપાવવા ખૂબ અનુમોદનીય કાર્યો કરી રહયા છે.  

Print