www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોજશોખ માટે પૈસા ખુટતા ત્રણ મિત્રએ મળી દ્વારકેશ પાર્કમાં આવેલ એજન્સીમાંથી એક હજાર પેટી સોડા બોટલની ચોરી કરી’તી


યુનિવર્સિટી પોલીસે ગણતરીની કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી ક્રિશ જોશી, ભાવિક રાઠોડ અને વિદ્યાર્થી સાગર બીકેની ધરપકડ કરી, ચોરી કરેલ સોડા બોટલ સહિતનો રૂા.2.69 લાખનો મુદામાલ કબ્જે કર્યો

સાંજ સમાચાર

રાજકોટ, તા.22

દ્વારકેશ પાર્કમાં આવેલ દાવત સોડાની એજન્સીમાંથી સોડા બોટલની એક હજાર પેટીઓ ચોરીના બનાવમાં યુનિ. પોલીસે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી ત્રણ શખ્સોને દબોચી તમામ મુદામાલ કબ્જે કર્યો હતો. ત્રણેય મિત્રોએ મોજશોખ પુરા કરવા માટે રૂપિયા ખુંટતા ચોરી કર્યાની કબુલાત આપી હતી.

બનાવ અંગે લક્ષ્મીનગર મેઇન રોડ પર નંદકિશોર સોસાયટીમાં રહેતા અજય નરશીભાઇ ભેંસાણીયા (ઉ.વ. 28)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે છેલ્લા ત્રણ મહિનાથી રૈયા રોડ ગ્રીન સીટી રોડ પર દ્વારકેશ પાર્કમાં દ્વારકાધિશ સેલ્સ નામે દાવત સોડાની એજન્સી ચલાવે છે. ગઇ તા.7ના એજન્સીમાં રાખેલ સોડા બોટલની 1800 પેટીઓ જે જગ્યાએ જોતા તે માલ ઓછો લાગતા ચોરી થયાની શંકા ગઇ હતી. જેથી માલની ગણતરી કરતા કુલ 1800 સોડાની પેટીઓમાંથી અલગ-અલગ ફ્લેવરની સોડાઓની પેટી મળી કુલ 1000 પેટીઓ ઓછી જોવા મળતા જેથી કુલ રૂા.2.42 લાખની સોડા બોટલ કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિ. પોલીસ મથકના પીઆઇ એન.આઇ. રાઠોડની રાહબરીમાં પીએસઆઇ બી.આર. ભરવાડ અને ટીમે તપાસ આદરી હતી.

ત્યારે ગણતરીની કલાકોમાં જ હેડ કોન્સ. રઘુવીરસિંહ વાળા, મહેન્દ્રસિંહ ડોડીયા સહિતના સ્ટાફે ચોરીનો ભેદ ઉકેલી ક્રિશ અલ્પેશ જોશી (રહે.  અંજની પાર્ક શેરી નં.4, ગાંધીગ્રામ), ભાવિક દિનેશ રાઠોડ (રહે. કુવાડવા રોડ, ડી-માર્ટવાળી શેરી, સીટી સેલેનીયમ એપા.) અને સાગર ધ્રુવ બીકે (રહે. લક્ષ્મીનગર નાલાપાસે)ને દબોચી ચોરી કરેલ દાવત સોડાની એક હજાર પેટીઓ સહિતનો રૂા.2.69 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. 

વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યા અનુસાર ક્રિશ પણ લક્ષ્મીનગરમાં દાવત સોડાની એજન્સી ધરાવે છે અને ભાવિક તેની સાથે કામ કરે છે. જ્યારે સાગર હાલ બીસીએનો અભ્યાસ કરે છે. ત્રણેય મિત્રોના મોજ-શોખ માટે રૂપિયા ખુંટતા સાથે મળી ચોરીનો પ્લાન ઘડી અંજામ આપ્યો હતો. તેમજ ક્રિશ અવાર-નવાર સોડાનો માલ લેવા માટે ફરિયાદીના ગોડાઉને જતો હોય જેથી તે બનાવ સ્થળથી પરિચિત હતો. 

Print