www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વસઇ નજીક બે બાઇક અથડાતા ત્રણ ઘાયલ


સાંજ સમાચાર

જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલ વસઈ નજીકના માર્ગ પર આજે વધુ અકસ્માતની ઘટના સામે આવી હતી. વસાઈ નજીક આજે સવારના સમયગાળા દરમિયાન જી.જે.37 6192 નંબરની બાઈક અને અન્ય બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ત્રણ યુવાનને ગંભીર ઈજા થતા લોહી લુહાણ હાલતમાં 108 મારફતે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હાલ તમામની સઘન સારવાર ચાલી રહી છે.

Print