www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમરેલી-ભાવનગર સહિત 10 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી


રાજકોટની ભાગોળે શાપર(વેરાવળ), નવસારી, સુરતનાં ઉધના અને બનાસકાંઠામાં ઝાપટા વરસ્યા

સાંજ સમાચાર

રાજકોટ, તા. 14
રાજ્યના 10 જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે  આગાહી વ્યક્ત કરી છે.  સૌરાષ્ટ્રના બે, મધ્ય ગુજરાતના ત્રણ તો દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આજે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શકયતા જોવાઇ રહી છે અહીંના મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યુ છે.

તથા દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ગાજવીજ સાથે  વરસાદ વરસી શકે છે.  સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડવાની શકયતા છે.

હવામાન વિભાગે  15મી જૂને એટલે કે આજે  રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.  16મી જૂનના રવિવારના રોજ નવસારી, વલસાડ, દમણ, તાપી, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમ્યાન ગઇકાલે રાજકોટ નજીક શાપર-વેરાવળ અને નવસારીમાં  મોડી રાત્રે વાતાવરણમાં  પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદીનું ઝાપટું પડ્યું હતું. અબીં .. મંકોડીયા છાપરા રોડ સહિતના વિસ્તારોમાં  વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. બે દિવસના વિરામ બાદ  અહી ફરી વરસ્યો વરસાદ વરસ્યો હતો.

સુરતના ઉધના વિસ્તારમાં  પણ હળવો વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી.  સુરત શહેરમાં જ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદે એન્ટ્રી કરી હતી.સુરતના કતારગામ વેડરોડમાં વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઇ અને અને લોકોને ગરમીથી રાહત  થઈ.

બનાસકાંઠાના દિયોદર પંચકમાં વરસાદે નુકસાન કર્યું અહીં દિયોદર એપીએમસીમાં વેપારીઓએ ખરીદેલો માલ પલળતો હોય તેવો વિડીયો વાયરલ થયા છે. આજે પ્રથમ વરસાદમાં જ દિયોદર એપીએમસીમાં જણસી પલળી જતાં નુકસાન થયું છે. તથા ભાવનગર શહેર અને જિલ્લામાં  ધૂપછાંવ ના વાતાવરણ વચ્ચે બફારો યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. 

 ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી રહ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 29.0 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 47% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 34 કિમી ની ઝડપે રહી હતી.બફારો વધુ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગોહિલવાડના લોકો હવે મેઘરાજા પધરામણી કરે તેવી પ્રાર્થના કરવા લાગ્યા છે. 

શાપર વેરાવળમાં મેઘરાજાની એન્ટ્રી
કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળમાં અસહ્ય ઉકળાટ બાદ બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળા ડીબાંગ વાદળોનો ખડકલો જોવા મળતો હતો. જેમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થતા બને શહેરના મેઈન રોડ પર પાણી વહેતા થયા હતા.અસહ્ય ઉકળાટ બાત અચાનક ભારે પવન ફૂંકાયા બાદ વરસાદનું આગમન થતા ગરમી માં પણ થોડી રાહત શહેરીજનોને મળી છે.વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી છવાય હતી.

Print