www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિદેશમંત્રી એસ.જયશંકરે કરી મોટી જાહેરાત

રાહત: પાસપોર્ટ બનાવવા માટે હવે પોલીસ વેરીફીકેશનનો સમય ઘટશે


14 લાખથી વધુ વીઝા આવેદન દર મહિને જમા થાય છે: વિદેશ મંત્રાલય રાજયો સાથે સમન્વયથી કામ કરી રહ્યું છે: જયશંકર

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.25
વિદેશ મંત્રાલયે ગત વર્ષે ભારતીય નાગરિકોને પાસપોર્ટ સંબંધીત 1.65 કરોડ સેવાઓ આપી હતી. આટલું જ નહીં, દર મહીને 14 લાખથી વધુ વીઝા આવેદન જમા કરાયા છે. આ બાબત વિદેશ મંત્રી એસ.જયશંકરે સોમવારે 12માં પાસપોર્ટ દિવસના અવસરે સોશિયલ મીડીયા એકાઉન્ટ એકસ પર જણાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, પાસપોર્ટ મંત્રાલય બનાવવા દરમિયાન પોલીસ વેરીફીકેશનમાં લાગતો સમય ઘટાડવા માટે રાજયો સાથે કામ થઈ રહ્યું છે. ભારત અને વિદેશમાં તૈનાત બધા પાસપોર્ટ અધિકારીઓને શુભકામના આપતા જયશંકરે કહ્યું હતું કે કેન્દ્રીય પાસપોર્ટ સંગઠન સાથે વિદેશ મંત્રાલય આ અવસરને ચિહનિત કરી રહ્યું છે.

સાથે સાથે ભારતીય નાગરિકોને વિશ્વસનીય, સુલભ, પારદર્શી અને કુશળ રીતે સમય પર પાસપોર્ટ અને સંબંધીત સેવાઓ પ્રદાન કરવાની આપણી પ્રતિબદ્ધતાને નવીનીકૃત કરી રહ્યા છે.

સેવામાં રેકોર્ડ, 15 ટકાનો વધારો: વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે 2023માં પાસપોર્ટ અને તેની સાથે જોડાયેલી સેવાઓમાં રેકોર્ડબ્રેક 15 ટકાનો વધારો થયો છે.

25 રાજયોમાં એમ- પાસપોર્ટ પોલીસ એપની સુવિધા: એમ- પાસપોર્ટ પોલીસ એપ 25 રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોમાં શરૂ કરાઈ છે જેમાં 9 હજાર પોલીસ સ્ટેશન સામે છે. પ્રક્રિયાને સુવિધાજનક બનાવવા માટે પાસપોર્ટ સેવા પ્રણાલિને ડિજીલોકર પ્રણાલી સાથે પણ એકીકૃત કરાઈ છે.

દેશમાં કુલ 533 પાસપોર્ટ કેન્દ્ર: જયશંકરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી દેશમાં 440 પાસપોર્ટ કેન્દ્રો હતા, જેમાં 93નો ઉમેરો થતા હવે કુલ 533 પાસપોર્ટ કેન્દ્રો થઈ ગયા છે.

Print