www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આર્થિક ભીંસથી કંટાળી કારખાનેદારે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું


રામાપીર ચોકડી પાસે લાભદીપ સોસાયટીમાં યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત

સાંજ સમાચાર

રાજકોટ તા.24

કોઠારીયા રોડ રણુજા મંદિર સામે રહેતાં કારખાનેદારે આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું જ્યારે રામાપીર ચોકડી પાસે રહેતાં યુવકે અગ્મય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. પ્રથમ બનાવની વિગત મુજબ શહેરના રણુજામંદિર સામે કોઠારીયા રોડ પર આવેલા કુબેર ફ્લેટમાં રહેતા હિતેશગીરી અજયગીરી મેઘનાથી (ઉ.વ.30) તેઓએ ગત રાત્રીના ખોખડદળ નદીના પુલ પાસે ઝેરી દવા પી લેતા તાકિદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતાં.

બાદ ફરી બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરનાં તબીબે તપાસી મૃત જાહેર કરતાં તેઓનાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. તેઓ ખોખડદડ નજીક જોબવર્કનું કારખાનુ ધરાવતા હતાં. પ્રાથમિક તપાસમાં કારખાનેદારે બેન્કમાંથી લોન લીધેલ હોય તેમજ ધંધો ચાલતો ન હોવાથી ટેન્શનમાં પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.પુત્રએ પિતાનું છત્રછાયા ગુમાવતા તેઓનાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.બનાવની જાણ આજીડેમ પોલીસને થતાં જમાદાર જે.એમ.બોસીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અને આપઘાતનું ચોકકસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં રામાપીર ચોકડી પાસેની લાભદીપ સોસાયટી-3માં રહેતા અને મૂળ યુપીના રત્નેશ પલટુભાઈ કુમાર (ઉ.વ.26)એ ગઈ કાલે રાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો.

બનાવની જાણ 108 ને થતાં તુરંત દોડી ગઈ હતી. અને 108ની ટીમે જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. મૃતક રત્નેશ છ ભાઈ અને એક બહેનમાં ચોથા નંબરનો હતો. પાંચેક દિવસ પહેલા જ પેટીયુ રળવા વતનથી રાજકોટ આવ્યો હતો. હાલ તેના કૌટુંબીક કાકા સાથે રહેતો હતો. ફર્નિચરનું છૂટક કામ કરતો હતો.બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને થતાં જમાદાર મયુરસિંહ જાડેજા દોડી ગયાં હતાં. અને જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

Print