www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

27 વર્ષથી લાખો સંતુષ્ટ ગ્રાહકોનો કિરણ એલજી પર વિશ્વાસ

આજે એલજી અને કિરણ દ્વારા કલર બદલતું મુડઅપ રેફ્રિજરેટર કરાયું લોન્ચ


1 લાખથી વધુ કલર તેમજ એલજી થીંક એપ સાથે તમારા મુડ, ઇન્ટીરીયર અને પસંદગી મુજબ રેફ્રિજરેટર રંગ બદલશે

સાંજ સમાચાર

રાજકોટ, તા. 23

એલજી ઇલેકટ્રોનીક ભારતમાં અને કિરણ ટેલીવીઝન રાજકોટમાં 27મી એનીવર્સરી ઉજવીએ છીએ. એલજી ઇલેકટ્રોનીકએ પહેલા દિલ્હી અને આજે કિરણ ટેલીવીઝન રાજકોટમાં મુડઅપ રેફ્રીજરેટર લોંચ કર્યું છે.

આ રેફ્રીજરેટરની વિશેષતાએ છે કે, તેમાં 174724 કલર, એલજી થીંક એપ સાથે તમારા મુડ, ઇન્ટીરીયર અને પસંદગી મુજબ તમારા રેફ્રિજરેટરનો રંગ બદલી શકાશે. મ્યુઝિક કલેક્શન, ખાણીપીણી દરમિયાન તમારા મનપસંદ સંગીત,  જ્યારે તમે રેફ્રીજરેટર નજીક જશો ત્યારે તે તમને વેલકમ લાઇટ સાથે આવકારશે તેમજ અંધારામાં આપમેળે હલચલ ડીટેકટ કરી ગાઇડ લાઇટ સાથે તમને માર્ગદર્શિત કરશે સહિતના અવનવા આશ્ચર્યમાં મૂકી દેવા તેવા ફીચર સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતની અગ્રગણ્ય ક્ધઝયુમર ડયુરેબલ કંપની એલજી હંમેશા ગ્રાહકોના જીવન આનંદમય બનાવવા માટે અનોખી નવતર શૈલી અને ટેકનોલોજી દ્વારા કાંઇક નવું, કંઈક વિશેષ પ્રોત્સાહક આપવા સતત પ્રતિબદ્ધ હોય છે. 

એલજી ઇલેક્ટ્રોનિક્સએ ગુજરાતમાં કિરણ ટેલિવિઝનમાં તેની ફલેગશિપ ઓફરમાં નવી ટ્રેનિ્ંડગ એલજી ઑબ્જેક્ટ કલેકશન (કૠ ઘબષયભિં ઈજ્ઞહહયભશિંજ્ઞક્ષ) પ્રોડકટ લોન્ચ કરી છે
આ પ્રોડકટ લોન્ચ ગુજરાત રિજિનલ હેડ નિખિલ સુથારીયા, બ્રાન્ચ હેડ પ્રાંશુ જૈન, એરીયા સેલ્સ મેનેજર નીકુંજ સાંગાણી, માર્કેટિંગ મેનેજર શુભમ શર્મા, માર્કેટિંગ હેડ (વેસ્ટ ઝોન) જીમ્મી સીનોજીયા અને કિરણ ટેલીવીઝનના માલિક રાજુભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું. આ અદભૂત પ્રોડકટ ગયા મહિને સાથે ઋઉઈઈં લોન્ચ કરવામાં આવી હતી અને ભારતના સૌથી મોટા ફેશન ઇવેન્ટ લેકમે ફેશન વીકમાં પ્રખ્યાત ફેશન ડિઝાઇનર્સ ગૌરી અને નૈનિકાની દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  આ પ્રોડકટનું લોન્ચિંગ ભારતીય બજારમાં એક નવી દિશા નિર્ધારિત કરવામાં પણ નોંધપાત્ર છે જ્યાં તેને ગ્રાહકોનો સકારાત્મક આવકાર મળ્યો છે.

 આ ભાગીદારીના સફળ પ્રક્ષેપણ બાદ, એલજીના ઑબ્જેક્ટ કલેક્શનના ભાવિ અને નવીનતમ ટેક્નોલોજી અપડેટ્સ માટે અપેક્ષાઓ વધે છે. વધુ વિગત માટે એલજી બેસ્ટ શોપ, કિરણ - જાગનાથ મંદિર સામે, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ. નક્ષત્ર-3, રૈયા ટેલીફોન એક્ષચેંજ પાસે, રાજકોટ. જી-3/5, તુલશી ઇમ્પીરીયા, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, મોટા મૌવા, રાજકોટ ખાતે સંપર્ક કરવાનો રહેશે.

 

Print