www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આજે વધુ 98 આસામી પાસેથી 12 કિલો પ્લાસ્ટીક કબ્જે થયું


જાહેરમાં ગંદકી કરવા બદલ 34 હજારનો દંડ કરતી મનપા

સાંજ સમાચાર

રાજકોટ, તા. 28
મનપાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક સામે ચાલતી ડ્રાઇવમાં ગઇકાલે વધુ 98 ધંધાર્થી પાસેથી  1ર કિલો પ્લાસ્ટીક પકડયું છે. જયારે ગંદકી કરતા લોકો પાસેથી રૂા.34 હજારનો દંડ લેવામાં આવ્યો છે. 

સેન્ટ્રલ ઝોનમાં વિવિધ મુખ્ય માર્ગો પર આવું પ્લાસ્ટીક વેંચતા 33 આસામી પાસેથી 3.4 કિલો માલ પકડી રૂા. 10 હજારનો દંડ, વેસ્ટ ઝોનમાં 39 આસામી પાસેથી 6.પ કિલો પ્લાસ્ટીક પકડી રૂા. 14,700નો વહીવટી ચાર્જ લેવાયો છે. જયારે ઇસ્ટ ઝોનમાં ર6 આસામી પાસેથી બે કિલો પ્લાસ્ટીક જપ્ત કરી રૂા. 9 હજારનો દંડ લેવાયો હતો. ડે.કમિશ્નર સ્વપ્નીલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ વિભાગની ટીમો ત્રણે ઝોનમાં આ ડ્રાઇવ ચલાવી રહી છે.  

Print