www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આજે જુનાગઢ ભવનાથ ખાતે આવેલ શનિ મંદિરે શનિદેવનો ઉજવાશે જન્મોત્સવ: પૂજા-યજ્ઞ


સાંજ સમાચાર

(રાકેશ લખલાણી) 
જુનાગઢ તા.5
 જુનાગઢ ભવનાથ તળેટી ખાતે આવેલ શ્રી શનિદેવ ભગવાન અને માં સરસ્વતીજી માતાના મંદિરે તા.6ને ગુરૂવારના રોજ શનિદેવ જન્મોત્સવ ઉજવાશે.
 મંદિરના મહંત તુલસીનાથબાપુએ જણાવ્યું હતું કે આવતીકાલે શનીદેવ જન્મોત્સવ નિમિતે સવારે 7-30 કલાકે સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે તેમજ કષ્ટોના નિવારણ માટે મહાયજ્ઞ યોજાશે અને 9-30 કલાકે શ્રી ગણપતિ શનિદેવ સ્થાપિત દેવો અગ્નિદેવોનું પુજન કરશે અને બપોરે 12 કલાકે મહાપ્રસાદ અને સાંજે 6 કલાકે બીડુ હોમી આ યજ્ઞની પુર્ણાહુતી થશે. તો આ શનીદેવના જન્મોત્સવ નિમિતે દર્શન મહાપ્રસાદ યજ્ઞનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને મહંત તુલસીનાથજી બાપુએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે વધુ વિગત માટે મો.94277 46995 ઉપર સંપર્ક સાધવા એકતાનાથજીએ જણાવ્યું છે.

Print