www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દેશને એક નવી દિશા તરફ આગળ લઈ જવા તત્પર કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનો આજે જન્મદિન


રાહુલ ગાંધી માટે જનહિત જ સર્વોપરી છે: પાછલા સતત ત્રણ વર્ષથી બર્થ ડે ઉજવ્યો નથી: લાખો યુવાનોનાં પ્રેરણાસ્ત્રોત

સાંજ સમાચાર

♦લેખક હેમાંગ રાવલ પ્રવક્તા, મીડિયા કો કન્વીનર અને મીડિયા કોર્ડીનેટર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

અમદાવાદ,તા.19
પક્ષાપક્ષીથી ઉપર ઉઠી લોકહિત માટે કઈ પણ કરી છૂટવા સદૈવ તત્પર રહેનાર, આ દેશનું ભવિષ્ય ગણાય એવા યુવાવર્ગનો અક્ષીર અવાજ બનીને સદૈવ આગળ રહેનાર, સદૈવ લોક લાગણી સાથે જોડાયી ખભે-ખભો મિલાવી હાજરી આપી સાથે ને સાથે રહેનાર, આજના આ કોરોના જેવા કપરા સમયમાં પણ જરૂરીયાતમંદ લોકોની મુશ્કેલીઓને અવગણતી સરકારને ઢંઢોળીને જગાડવા હંમેશા પ્રયત્નશીલ રહેનાર, શાંત ચિત્ત અને ધૈર્ય ધરી પોતાના પથ પર અડગ રહી આગળ વધનાર,લાખો યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવાં યુવાનેતા રાહુલ ગાંધીને જન્મદિવસની લેખક હેમાંગ રાવલે શુભેચ્છા આપી હતી.

રાજનૈતિક પક્ષો જ્યારે રાજનૈતિક રમતોમાં મસ્ત હતા ત્યારે એક સાચા નેતા તરીકે રાહુલ ગાંધી જનતાની મુશ્કેલીઓ જાણવામાં તેમજ એનો ઉકેલ લાવવામાં વ્યસ્ત હતા.. 

રાહુલ ગાંધી માટે જનહિત જ સર્વોપરી છે ત્યારે અત્રે ઉલ્લેખ કરવો જ રહ્યો કે રાહુલજી દ્વારા પાછલા સતત 3 વર્ષથી તેમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો નથી તદુપરાંત સંપૂર્ણ વર્ષ દરમ્યાન તેમના દ્વારા સેવાકાર્યો તેમજ પ્રજાહિતના મુદ્દા જ સર્વોપરી રહ્યા છે જેમ કે તમામ નાગરિકો માટે ફ્રી રસીકરણ, બેરોજગારી - મોંઘવારીના પ્રશ્નો, કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ રાહુલ ગાંધીના આદેશ અનુસાર સમગ્ર દેશમાં ઓકસીજન સપ્લાય, દવા સપ્લાય તેમજ અન્ય સેવાકીય કાર્યો સતત કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ કરતા રહ્યા હતા

જનસેવામાં જ પ્રભુસેવા જોનાર,કોંગ્રેસ પક્ષની વિચારધારાને આગળ લઈ જઈ યુવાનોના નવા વિચારો સાથે તાલમેલ સાધી,દેશને એક નવી દિશા તરફ આગળ લઈ જનાર કોંગ્રેસ પક્ષના મજબુત મનોબળ એવા શ્રી રાહુલ ગાંધીને જન્મદિવસ પર ફરી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છા. પરમ કૃપાળુ પરમેશ્વર આપને સૂર્યનું તેજ, કર્મની શક્તિ અને ચિરાયુ અર્પે તેવી હૃદયપૂર્વક શુભેચ્છા.

Print