www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાલે નૃસિંહ જયંતી: મહિમા-પૂજન


સાંજ સમાચાર

ભગવાન વિષ્ણુના અવતારોમાંના એક નૃસિંહ ભગવાન જે અડધા માણસ અને અડધા સિંહ છે. આવતીકાલ તા.22મીના નૃસિંહ જયંતી ઉજવાશે. ભગવાન વિષ્ણુએ રાક્ષસ રાજા હિરણ્યા કશ્યપને મારવા માટે આ અવતાર લીધો હતો.

 આસુરી શકિતને દુર કરવા ભગવાન નૃસિંહે અવતાર લીધો. નૃસિંહ ભગવાનની ઉપાસના રક્ષા અર્થે શત્રુ દુર કરવા તથા કોર્ટ કચેરીમાં વિજય મેળવવા માટે કરવામાં આવે છે.

પૂજન

 નૃસિંહ ભગવાનનું પૂજન સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી તેના ઉપર ઘંઉની ઢગલી કરી નૃસિંહ ભગવાનની છબી અથવા સોપારી રાખવી, બાજુમાં પાણી ભરેલો લોટો કે કળશ રાખવો. દીવો-અગરબતી કરીને નૃસિંહ ભગવાનને કંકુનો ચાંદલો કરી અબીલ ગુલાલ-કંકુ અર્પણ કરવા. પીલા રંગનું ફૂલ અર્પણ કરવું. ત્યાર બાદ શ્રીફળ કે સોપારી ધરીને ગોળ અર્પણ કરવા. અડદની દાળ ધરાવીને આરતી કરવી. પ્રાર્થના કરવી પાણી ભરેલો કળશ આખા ઘરમાં બાથરૂમ સિવાય છાંટી દેવું.

* શાસ્ત્રી રાજદીપ જોષી
(વેદાંત રત્ન) રાજકોટ.

Print