www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાલે શિવાજી સેના સાંસ્કૃતિક સેલ ગુજરાત 1500 કલાકારોને ગુજરાત ટેલેન્ટ આઈકોનિક એવોર્ડ" આપશે


સાંસદ પરશોત્તમ રૂપાલા સહિતના રાજકીય અને સામાજીક આગેવાનોની ઉપસ્થિતિ

સાંજ સમાચાર

રાજકોટ, તા.28
શિવાજી સેના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી તેમજ શિવાજી સેના સાંસ્કૃતિક સેલના અધ્યક્ષ રાજુભાઈ સાંકરીયા દ્વારા યુટ્યુબર, બ્લોગર, વીડિયો ક્રિયેટર, કલાકારો અને અભિનેતા જેવા પાયાના લોકોને પ્રોત્સાહન મળે એવા સેવાભાવથી નાના કલાકારોથી માંડીને દિગ્ગજ કલાકારો સુધી તમામ માટે "ગુજરાત ટેલેન્ટ આઈકોનીક એવોર્ડ" નું આવતીકાલ  તા.29 જૂનને શનિવારના રોજ બપોરે 2 થી સાંજે 7 કલાક સુધી પેડક રોડ, અટલ બિહારીબાજપે ઓડીટોરીયમ હોલમાં આયોજન કરવામાં આવ્યું છે. 

જેમાં 1500 જેટલા કલાકારોએ ભાગ લીધો છે. આ તકે સાંસદ પરશોત્તમભાઇ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, નરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન શાહ સહિતના રાજકીય અને સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે. ’સાંજ સમાચાર’ ની મુલાકાતે રાજુભાઈ સાંકરીયા, દેવાંગભાઈ કુકાવા, અરવિંદભાઈ સોરાણી અને જીજ્ઞેશભાઈ સોરાણી આવ્યા હતા. 

Print